કોરોનાની મહામારીમાં સુરત શહેરમાં આપઘાતની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. સુરત શહેરમાં છેલ્લા એક વર્ષથી 2100થી વધુ લોકોએ ખુદ ખુશી કરી છે અને તેઓએ પોતાનો જીવ ટૂંકો કરી લીધો છે. આ ઉપરાંત જૂન 2021 માં પણ 12 લોકોએ ખુદ ખુશી કરી છે.
સુરત સીટી ઘણા નામોથી ઓળખાય છે જેવા કે ડાયમંડ સિટી, સીલ્ક સીટી, સ્માર્ટ સિટી વગેરે નામે ઓળખાય છે. છેલ્લા એક વર્ષમાં સુરત શહેરમાં ખુબ ખુશી ના કેસો સતત વધી રહ્યા છે.
સમગ્ર દેશમાં કોરોનાની મહામારી સાથે ઘણા લોકો બેરોજગાર થયા છે અને તેના કારણે લોકો ખુશી નો રસ્તો અપનાવી રહ્યા છે. સુરત શહેરમાં પણ કોરોના કાળ શરૂ થતાં ખુદખુશીના બનાવો વધારે જોવા મળી રહ્યા છે.
સુરત શહેરમાં કોરોના એક વર્ષના કાળમાં 2151 લોકોએ ખુદખુશી કરી લીધી છે. ખુદખુશી કરવાનું મુખ્ય કારણ બેરોજગારી, માંદગી, ભણતર, આર્થિક સ્થિતએ નબળા, પ્રેમપ્રકરણ વગેરે કારણોસર લોકો ખુદખુશી કરી રહ્યા છે.
આ ઉપરાંત ડોક્ટરે કહ્યું કે લોકો કોરોના મહામારીમાં કંટાળીને ખુદ ખુશી કરી રહ્યા છે. સુરત શહેરમાં મુખ્ય ૨ વ્યવસાય છે. એક તો ડાયમંડ અને બીજું ટેકસટાઇલ આ બંને વ્યવસાયમાંથી આશરે 15 લાખથી રોજગારી મેળવી રહ્યા છે.
ત્યારબાદ લોકડાઉનના કારણે લોકોના ધંધા અને વ્યવસાય છૂટી ગયા હતા તેના કારણે અમુક લોકો આર્થિક રીતે ખૂબ જ નબળા પડી ગયા હતા તે માટે તેઓ ખુદખુશી તરફ વળ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment