આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફેમસ થવા માટે એવા એવા સ્ટંટ કરતા હોય છે જેમાં એમના જીવનો જોખમ પણ હોય છે. યુવાનોને રેસ બનાવવાનું ઘેલું લાગ્યું છે, જેને લઈને તેઓ પોતાના જીવનનું જોખમ પણ ઊભું કરી રહ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાંથી વધુ એક જીવના જોખમે રિલ્સ બનાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે.
ચાર યુવકો ઉધના વિસ્તારમાં બંધ પડેલી બિલ્ડીંગમાં ચડીને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિડીયો બનાવી રહ્યા હતા. હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ મામલે પોલીસ શું પગલું ભરે એ જોવાનું બાકી છે. સુરતના યુવાનોમાં હવે સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું અનોખું ઘેલું લાગી ગયું છે.
યુવાઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવા પોતાના જીવના જોખમે સ્ટંટ કરી રહ્યા છે. અમુક યુવાનો જીવના જોખમે બિલ્ડીંગો પર ચડીને વિડીયો બનાવી રહ્યા છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારની યુવાઓની હરકતો સામે આવે છે. સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ની પાસે આવેલા એક બંધ જર્જરીત બિલ્ડીંગ પર ચાર જેટલા યુવકો ચડી ગયા હતા.
આ યુવકો પૈકી બે યુવકો જીવના જોખમે બિલ્ડીંગ પર વિડીયો બનાવી રહ્યા હતા. બિલ્ડીંગ પર ચડ્યા બાદ જ્યાં એલીવેશન ની દિવાલ નથી ત્યાં આવીને વિડીયો બનાવતા હતા. આ પ્રકારના જોખમી વિડીયો બનાવવા પાછળ યુવકોને હવે અજબનો શોખ જાગ્યો છે.
ઝડપથી પોતાને ફેમસ થવા માટે આ વિડીયો બનાવી પોતાનુ જીવનું જોખમ ઊભું કરે છે. ચાર માલની બિલ્ડીંગ પર ચડીને જોખમી રીતે વિડીયો બનાવનાર ચારે યુવકોનો વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો, યુવકો પોતે ફેમસ થવા માટે જોખમી સ્ટંટ કરીને વિડીયો બનાવી રહ્યા છે.
ત્યારે અન્ય લોકો પણ આવા ઘેલછા ધરાવનાર યુવકો ના વિડીયો બનાવી અન્યને સાવચેત રહેવા સોશિયલ મીડિયા પર અપીલનો મારો ચલાવી રહ્યા છે. હાલ તો આ અંગે ઉધના પોલીસને પણ કોઈ પ્રકારની જાણ નથી, પોલીસ દ્વારા વીડિયો અને વીડિયોમાં જણાય આવેલી જગ્યાની તપાસ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment