સુરતમાં બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી વ્હાઇટ હાઉસ રેસીડેન્સીમાં રહેતી એક મહિલાને સ્કૂલ બસે કચડી નાખી હતી. મહિલા દુકાને સામાન ખરીદવા માટે જઈ રહી હતી. આ દરમિયાન મહિલા સાથે આ અકસ્માતની ઘટના બની હતી.
સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે, એક સ્કૂલ બસ ચાલક રિવર્સ લેતી વખતે એક મહિલાને કચડી નાખે છે. આ કારણોસર મહિલા નીચે પડી ગઈ હતી અને સ્કૂલ બસ સાથે ઘસડાઈ હતી. આ ઘટનામાં મહિલાના પગ પરથી સ્કૂલ બસનું આગળનું ટાયર પસાર થઈ ગયું હતું.
જેથી મહિલાના પગના થાપી અને પાંસળીઓમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને સ્કૂલ બસ ચાલક સામે ફરિયાદ નોંધને અમરોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોટા વરાછા ખાતે આવેલા પનવેલ પોઈન્ટ પાસે વ્હાઇટ હાઉસ રેસીડેન્સી આવેલું છે.
આ રેસીડેન્સીમાં 42 વર્ષે નીતાબેન રજનીભાઈ ધનજીભાઈ સુરખેલીયા રહે છે. નીતાબેન ઘરેથી દુકાને પાવ લેવા માટે ગયા હતા. ત્યારે પાર્કિંગમાંથી બહાર નીકળતી આશાદીપ સ્કૂલની GJ 06 AX 0198 નંબરનો બસ ડ્રાઇવર ઝડપથી બસ રિવર્સ લઈ રહ્યો હતો. આ દરમિયાન સ્કૂલ બસ ચાલાકી નીતાબેનને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં નીતાબેન થોડીક દૂર સુધી બસ સાથે ઘસડાયા હતા.
મળતી માહિતી અનુસાર બસનું આગળનું ટાયર નીતાબેનના પગ પરથી પસાર થઈ ગયું હતું. તેથી નીતાબેનના થાપાના વચ્ચેના ભાગે ફેક્ચર થયું છે. આ ઉપરાંત જમણી બાજુની એક પાસળી અને ડાબી બાજુની સાત પાસળીઓ ભાંગી ગઈ છે તેથી શરીરમાં ગંભીર ઈજા પહોંચી છે. આ સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સુરતમાં ખાનગી સ્કૂલ બસે રિવર્સ લેતી વખતે મહિલાને કચડી નાખી.., pic.twitter.com/erK9cnPK0a
— GUJJU ROCKZ (@gujju_rockz) July 9, 2022
એક વ્યક્તિએ બસ રિવર્સ લીધી હતી. ત્યારબાદ નીતાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર લોકોએ બસ ચાલકને પકડી પાડ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને અમરોલી પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment