સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે એક પતિએ પોતાની પત્ની નો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. 6 માસ પહેલા જ બંનેના લગ્ન થયા હતા. લગ્ન થયા બાદ જ બંને વચ્ચે ટૂંક જ સમયમાં માથાકૂટ થવા લાગી હતી.
બસ આ જ માથાકૂટમાં પતિએ ગુસ્સામાં આવીને પત્નીનો જીવ લઇ લીધો હતો. ત્યાર બાદ પતિ સાઈકલ લઈને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી પતિ પોતાની પત્નીના પપ્પા ના ઘરે ઘર જમાઈ બનીને રહેતો હતો.
સુરતના કિમમાં એક પતિએ પત્નીનો લઈ લીધો જીવ, સાયકલ લઈને ભાગતો પતિ સીસીટીવી કેમેરામાં કેદ… pic.twitter.com/7nXTRu2gNQ
— GUJJU ROCKZ (@gujju_rockz) February 8, 2022
મળતી માહિતી અનુસાર સોમવારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ મૃત્યુ પામેલી કિરણબેનના પિતાએ તેના જમાઈને લઈને બહાર જતા જોયો હતો. ત્યારબાદ કિરણબેન ના પિતા દીકરીના રૂમ તરફ જાય છે. ત્યારે ત્યાં બહાર તાળુ લગાવેલું હોય છે.
ત્યારબાદ પિતાએ બારીમાંથી જોયું ત્યારે રૂમમાં કિરણબેન નું ગ્રુપ દેખાયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.
ત્યારબાદ મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનો પાસેથી જરૂરી વિગતો મેળવીને આરોપી પતિની શોધખોળ શરૂ કરી દીધી હતી. ઉપરાંત પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment