આપણા દેશની ધરતીને પવિત્ર માનવામાં આવે છે. દેશના ખૂણે ખૂણે અનેક દેવી-દેવતાઓ વસે છે. આપણા દેશમાં અનેક સાધુ સંતો થઈ ગયા. તમે ઘણી એવી વાતો સાંભળી હશે જ્યાં વર્ષો પહેલા થઈ ગયેલા સાધુ-સંતોની અમુક વસ્તુઓ સાચવી રાખવામાં આવતી હોય છે.
ત્યારે આજે આપણે તેવા જ એક કિસ્સાની વાત કરવાના છીએ. વાત કરીએ તો સુરતમાં 194 વર્ષ જૂની એક પાઘડીના દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે. આ પાઘડીની વાત કરીએ તો, આ પાઘડી ભગવાન સ્વામિનારાયણની છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
આ પાઘડી 194 વર્ષથી એક પારસી પરિવાર પાસે છે. એવું કહેવાય છે કે, 1881માં સુરતમાં આવેલા સ્વામિનારાયણ ભગવાન પારસી પરિવારને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યું હતું. તે દિવસથી અત્યાર સુધી આ પારસી પરિવાર એ ભગવાન સ્વામિનારાયણની પાઘડી સાચવીને રાખી છે.
વાત કરીએ તો, દર વર્ષે ભાઈ બીજના દિવસે આ પારસી પરિવાર પાઘડીના દર્શન ખુલ્લા મૂકે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો પાઘડીના દર્શન કરવા માટે આવે છે. જેના કેટલાક ફોટા અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment