ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સુરતમાં સૌથી સારું રિઝલ્ટ આવ્યો છે. સુરતમાં 75.94 ટકા રિઝલ્ટ આવ્યું છે. છોકરાઓ કરતા છોકરીઓએ 11.74 ટકા પરિણામ વધુ મેળવ્યું છે. ઓલી કહેવત કહેવાય છે ને કે મહેનત કરવા વાળાને કહી નડતું નથી એ જ વાતની સાબિતી સુરતમાં દિવ્યાંગ રિક્ષા ચાલકની દીકરીએ આપી છે.
સુરતમાં દિવ્યાંગ રિક્ષા ચાલકની દીકરીએ ધોરણ-10ની પરીક્ષામાં 94.50 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. દીકરીએ દિવસ-રાત મહેનત કરીને પોતાના માતાપિતાનું નામ રોશન કર્યું છે. દીકરીના પિતા પઠાણ તબસ્સુમ ઇલ્યાસ ખાનની ઈચ્છા છે કે, તેમની દીકરી આગળ વધીને ડોક્ટર બને.
દીકરીએ કહ્યું કે, મારા પિતા ગરીબી ભર્યા જીવનમાં ત્રણ દીકરીઓને ગણાવી છે. તેથી હવે હું પિતાનું સપનું સાકાર કરવા માટે ડોક્ટર બનીશ. દીકરીના પિતા પઠાણ તબસ્સુમ ઇલ્યાસ ખાન દરરોજ દીકરીઓને ભણાવવા માટે સખત મહેનત કરે છે.
દીકરીનું નામ તબસ્સુમે છે. દીકરીએ જણાવ્યું હતું કે, હું પહેલેથી જ ખૂબ જ મક્કમ છું. મારે હવે આગળ 12 સાયન્સમાં બી ગ્રુપમાં અભ્યાસ કરીને ડોક્ટર બનવું છે. મારા માતા પિતા નું સપનું છે કે હું આગળ વધીને ડોક્ટર બનવું. મારી મોટી બહેને નર્સિંગનો કોર્સ કરી રહી છે. મારી મોટી બહેન ના કારણે મને મેડિકલ ફીલ્ડમાં જવાની ઈચ્છા થઈ છે.
મારી મોટી બહેન મને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપે છે. મારા પિતા દિવ્યાંગ હોવા છતાં પણ ભારે તકલીફ ઉઠાવીને રીક્ષા ચલાવે છે. અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી છતાં પણ પિતા હિંમત હાર્યા વગર રિક્ષા ચલાવીને અમારા પરિવારનું ગુજરાન ચલાવે છે.
દીકરીના પિતાએ જણાવ્યું કે, હું પોતે દિવ્યાંગ હોવા છતાં પણ કોઈ દિવસ હિંમત હાર્યો નથી. મેં મારી દીકરીઓને ભણાવવા માટે સખત મહેનત કરી છે. મને આજે ખૂબ જ આનંદ છે કે મારી દીકરીઓ ખૂબ જ આગળ વધી રહી છે. અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ દીકરીઓએ મન મક્કમ રાખીને અભ્યાસમાં આગળ વધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment