સુરતમાં માસ્ક વગર ગરબા રમતા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા ઘસડી-ઘસડીને ધોકાવામાં આવ્યા, 7 વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ…

સુરત શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ આયોજન માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ હતું. જ્યારે વિદ્યાર્થીઓ ગરબે રમી રહ્યા હતા.

ત્યારે ઉમરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી આવ્યો હતો અને વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓએ સામે પોલીસ ને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો.

આ બોલાચાલીમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ ની અટકાયત કરીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

ત્યારે વિદ્યાર્થીઓને છોડાવવા માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને વિદ્યાર્થીઓનું કહેવું હતું કે પરમિશન સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે આ મામલામાં દખલ કરી.

વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનમાં પોલીસના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ચાર વિદ્યાર્થીઓને ઉમરા પોલીસ દ્વારા ઘસેડીને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા. ત્યારે વિદ્યાર્થીઓના ટોળાએ પોલીસ સ્ટેશનની સામેના રોડ પર બેસીને રામધૂન બોલાવી હતી.

મળતી માહિતી અનુસાર લગભગ ત્રણ કલાક સુધી વિદ્યાર્થીના ટોળાએ પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યો હતો. ત્યાર બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોન આવતા જ પકડેલા વિદ્યાર્થીઓને ઉમરા પોલીસ દ્વારા છોડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*