સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર તસ્કરો દ્વારા એટીએમ મશીન ને ગેસ કટરથી કાપીને લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી છે. આ ઉપરાંત ચોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરા પર પણ સ્પ્રે લગાવી દીધો હતો.
મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે. પાંડેસરા વિસ્તારમાં તસ્કરો દ્વારા ATM મશીને ગેસ કટરથી કાપીને તેની અંદરથી 31 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ છે.
સુરતમાં તસ્કરો દ્વારા ATM મશીને તોડીને 31 લાખ રૂપિયાની કરી ચોરી, પોતાની ઓળખ છુપાવવા CCTV કેમેરા પર લગાવ્યો સ્પ્રે… pic.twitter.com/zbzhVTx0ZB
— GUJJU ROCKZ (@gujju_rockz) October 30, 2021
મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ રાત્રીના સમયે બની હતી. તસ્કરો દ્વારા SBI બેંકના એટીએમને ગેસ કટરથી કાપીને તેની અંદરથી 31 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર તસ્કરો બહારના હોય તેવું જાણવા મળ્યું છે. દિવાળી પહેલા જ તસ્કરો દ્વારા એટીએમ મશીનને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર ચોર દ્વારા 31 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે.
આ ઘટના બનતા જ પોલીસની પેટ્રોલિંગ ઉપર અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં તો પોલીસે મુંબઈ બ્રાન્ચના સર્વરમાંથી ઘટનાના સીસીટીવી ફૂટેજ ની માંગણી કરી છે અને આગળની કાર્યવાહી ત્યારબાદ હાથ ધરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment