સુરત શહેરમાં દિવસેને દિવસે રખડતા કૂતરાઓનો આંતક ખૂબ જ વધી ગયો છે. ત્યારે સુરતમાં ફરી એક વખત એક માસુમ બાળકી રખડતા કૂતરાનો ભોગ બની છે. સુરતના ખજૂર વિસ્તારમાં બે વર્ષની માસુમ બાળકી ઉપર ત્રણ જેટલા કુતરાઓ એક સાથે તૂટી પડ્યા હતા. કુતરાઓએ મળીને માત્ર બે વર્ષની બાળકીને 40 થી પણ વધારે બચકા ભર્યા હતા.
જેના કારણે દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ દીકરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહીં દીકરીની હાલત જોઈને ડોક્ટર પણ હચમચી ગયા હતા.આ ઘટનામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે અને હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે.
તે માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે એક્સરે કરાવ્યા બાદ બાળકીને સર્જરી માટે મોકલી દેવામાં આવી હતી. સુરત ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી આ પરિવાર પણ રહેતો હતો. ત્યાં ઘરની બહાર બાળકી એકલી રમતી હતી. આ દરમિયાન અચાનક જ ત્રણ જેટલા કુતરાઓએ બાળકી ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા.
કુતરાઓએ મળીને માસુમ બાળકીને 40 કરતા પણ વધારે બચકા ભર્યા હતા. જેના કારણે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ બાળકીના પરિવારના લોકો તેને જાગ્રસ્તતા હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરે જણાવ્યું કે, બાળકીના શરીર ઉપર 30થી 40 જેટલા ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકીના માથાના ભાગે, છાતીના ભાગે અને કમરના ભાગે વધારે પડતી ગંભીર ઇજા પહોંચી છે. સૌપ્રથમ બાળકીને કુતરા કરડવાના ઇન્જેક્શન દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં તો બાળકીને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આવી જ એક ઘટના સુરતમાં 15 દિવસ પહેલા વેડરોડ વિસ્તારમાં બની હતી. જ્યાં એક કૂતરાએ માસુમ બાળકી ઉપર પ્રહાર કર્યા હતા. આ ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment