સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં બનેલી એક શરમજનક ઘટના સામે આવી રહી છે. અહીં એક નરાધમ યુવકે માત્ર 6 વર્ષની માસુમ બાળકીની છેડતી કરી છે. આ નરાધમ યુવકે બાળકીને લલચાવી ફસાવી પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે શાળામાં બાળકીને ગુડ ટચ અને બેડ ટચ ની જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
જેના કારણે બાકીને ખબર પડી ગઈ કે યુવક તેની સાથે બેડ ટચ કરી રહ્યો છે. એટલે તેને તરત જ પ્રતિક્રિયાઓ આપી હતી. જેના કારણે નરાધમ યુવક ખૂબ જ ડરી ગયો અને તે બાળકીને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને બાળકીના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પરિવાર રહે છે. પરિવારની છ વર્ષની બાળકી ઘરના દાદરા પાસે રમી રહી હતી. ત્યારે એક નરાધમ યુવાન ત્યાં આવી પહોંચે છે અને બાળકીને લલચાવી ફસાવીને પોતાની સાથે આવવાનું કહીને તેને ઉઠાવી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ બાળકીને ખબર પડી ગઈ કે યુવક તેની સાથે બેડ ટચ કરી રહ્યો છે જેથી તેને બૂમો પાડી હતી. જેના કારણે યુવક ખૂબ જ ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો હતો. વિગતવાર વાત કરીએ તો આ નરાધમ યુવક સૌ પ્રથમ બાળકીને તેડે છે અને પછી તેને ચુંબન કરે છે. ત્યારબાદ બાળકી પ્રતિક્રિયાઓ આપે છે અને જેનાથી ડરીને યુવક બાળકીને ત્યાં જ મૂકીને ફરાર થઈ જાય છે.
સુરતમાં નરાધમ યુવકે માત્ર 6 વર્ષની બાળકીની છેડતી કરી, બાળકીને બાથમાં ભરીને તેની સાથે ન કરવાનું કર્યું… વીડિયો જોઈને તમે જ કહો આવવાનું શું કરવું… pic.twitter.com/DRBCByN6Tr
— GUJJU ROCKZ (@gujju_rockz) May 11, 2023
ત્યારબાદ ગભરાઈ ગયેલી બાળકી એ ઘરે આવીને સમગ્ર વાત પોતાના પિતાને કરી હતી. ત્યારબાદ બિલ્ડીંગમાં દાદરામાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નરાધમ યુવકની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો અને હાલમાં પોલીસે વધુમાં કાર્યવાહી હાથ ધરી છે. નરાધમ યુવકનું નામ રાજન છે. સમગ્ર ઘટનાને લઈને પાંડેસરા પોલીસે હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment