સ્કૂલ બસની રાહ જોઈને ઉભેલા 6 બાળકોને tata nexon કારે કચડી નાખ્યા, 3 બાળકોને રિબાઈ-રિબાઈને મોત… 3 બાળકોની અર્થી ઉઠતા આખું ગામ ચોધાર આસુએ રડી પડ્યો…

Published on: 6:37 pm, Thu, 11 May 23

આજે સવારે બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં સ્કૂલના 6 બાળકોને એક સ્પીડમાં આવતી કારે ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની અડફેટેમાં આવતા જ બાળકો 10 ફૂટ સુધી હવામાં ઉછળીને દૂર જઈને પડ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં 3 માસુમા બાળકોના રિબાઈ રિબાઈને મોત થયા છે.

જ્યારે અન્ય ત્રણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટના આગ્રામાં બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ગામના લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા અને તેઓએ ફરીદાબાદ-આગ્રા રોડ બ્લોક કરી દીધો હતો.

જાણવા મળી રહ્યું છે કે, આજરોજ સવારે 7:00 વાગ્યાની આસપાસ બાળકો સ્કૂલ બસની રાહ જોઈને રસ્તાની બાજુમાં ઊભા હતા. આ દરમિયાન હાઈ સ્પીડમાં આવતી tata nexon કારે બાળકોને લીધા હતા. કારની અડફેટેમાં આવતા છ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 3 બાળકોના મોત થઈ ગયા છે.

બાળકોને અડફેટેમાં લીધા બાદ કાર થોડીક દૂર જઈને રોડ પરના બોર્ડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકોના ટિફિન અને સ્કૂલબેગ 10 થી 15 ફૂટ દૂર પડેલા જોવા મળ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં 12 વર્ષના આર્યન, 9 વર્ષની પ્રજ્ઞા અને દીપ્તિ નામની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા 6 બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે છમાંથી ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા

અને હાલમાં ત્રણ બાળકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી દીપ્તિ અને આર્યન સગા ભાઈ બહેન હતા અને જ્યારે પ્રજ્ઞા તેમના કાકાની દીકરી હતી. એટલે કે એક જ પરિવારના ત્રણ બાળકોને એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો