સુરતની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં બે દિવસ પહેલા કચરાના ઢગલામાંથી એક પ્લાસ્ટિકની થેલીમાં હતી એક નવજાત બાળક મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટના બન્યા બાદ બહાર ની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં માતા અને બાળકને ફેકનાર યુવકની ઓળખ થાય છે. મળતી માહિતી અનુસાર જન્મ આપનાર માતા ના પોતાના સગા જીજાજી સાથે આડાસંબંધ હતા.
તેને કારણે તે ગર્ભવતી થઈ હતી અને તેને બાળકને જન્મ આપ્યો હતો. અને બાળકને જન્મ આપતાં જ તેને ત્યજી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સીસીટીવી ફૂટેજના આધારે યુવકનો બાઈક નંબર મળી આવ્યો હતો અને તેથી પોલીસે યુવકને પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર 21 વર્ષ રજનીશને પોતાની સાળી સાથે આડા સંબંધ હતા. અને આડા સંબંધના કારણે તેની સાળી ગર્ભવતી બની ગઈ હતી. સાળી સાથે પોતાની પોલ ન ખુલે તે માટે જીજાજીએ સાળીને બિહારથી સુરત આવ્યો હતો અને સાળી સુરતમાં સચિન જીઆઈડીસીમાં જીજાજીના એક મિત્ર સાથે રહેતી હતી.
મળતી માહિતી અનુસાર સાળીને સૌપ્રથમ ડીલેવરી કરવા માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં પૂછપરછ કરવામાં આવી તેથી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
અને ત્યારબાદ સાળીએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો હતો. જન્મેલા બાળકને પ્લાસ્ટિકની થેલીમાં નાખીને પાંડેસરામાં કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. સૌપ્રથમ સાળીએ મેડિકલ તપાસ ની ના પાડી તેના કારણે તેનો ભાંડો ફૂટી ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment