સુરત : ભાજપના આ ઉમેદવાર ઉપર ઈંડા ફેંકીને કરાયો વિરોધ,વિરોધ થતાં જ સી.આર.પાટીલ સહિતના નેતાઓએ કાર્યક્રમમાંથી ચાલતી પકડી

ગુજરાત રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. પેટાચૂંટણીના રાજકારણને લઈને ગુજરાતમાં હશે આક્ષેપ -પ્રતિઆક્ષેપ નો દોર શરૂ થઇ ગયો છે.બંને પક્ષો મતદારોને રીઝવવા માટે અલગ અલગ જગ્યાઓ પર સભા સંબોધી રહ્યા છે અને લોકોનો સંપર્ક કરી મત આપવા માટે વિનંતી કરી રહ્યા છે. પેટાચૂંટણીના ટૂંક સમય બાકી છે ત્યારે સુરત શહેર તરફથી ભાજપના તારી બેઠકના ઉમેદવાર ઉપર ઇંડાં ફેંકીને કરવામાં આવેલા વિરોધ વિશે તાજા સમાચાર સામે આવ્યા છે.

ભાજપના ધારીના ઉમેદવાર જેવી કાકડિયા ની સુરતમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યો હતો. આ સભામાં જેવી કાકડિયા મન પરથી લોકોને સંબોધી રહ્યા હતા તે સમયે તેમના પર ઈંડા ફેકવામાં આવ્યા હતા.જેવી કાકડિયા નો વિરોધ થતાની સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સહિતના ભાજપના નેતાઓએ કાર્યક્રમમાં થી ચાલતી પકડી હતી.

રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ ધારીના ભાજપના ઉમેદવાર જેવી કાકડીયા દ્વારા રવિવારે સુરતના પુણા વિસ્તારમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સી આર પાટીલ, હકુભા જાડેજા, કિશોર કાનાણી, જગદીશ પટેલ, દર્શના જરદોશ સહિતના ધારાસભ્યોને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકોને સંબોધવા માટે સ્ટેજ પર ઉભા થવા જતા એક પછી એક એમ બે ઇંડા ફેંકીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઈંડા ફરનારા લોકો તાત્કાલિક ફરાર થઈ ગયા હતા.આ મામલે જેવી કાકડિયાએ જણાવ્યું કે,મારા વિસ્તારમાં ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે.

અને વિરોધીઓ આ પ્રકારની ઇંડાં ફેકાવા જેવા કામ કરીને લોકોને ભ્રમિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. મારા સમર્થકો મારી સાથે છે અને મારા મત વિસ્તારમાં મારો કોઈ વિરોધ નથી. પ્રચારના ભાગરૂપે હું સુરત આવ્યો હતો.

કારણકે,તારી વિધાનસભાના મતવિસ્તારના ધારી અને બગસરામાં ઘણા લોકો સુરતમાં રહે છે એ માટે હું સુરત આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*