સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતના અડાજણ એલ.પી.સવાણી સર્કલ ખાતે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અડાજણમાં ફિટનેસની ડોક્ટર પોતાની ઓડી કાર લઈને જઈ રહી હતી. આ દરમિયાન અચાનક જ એકટીવા સવાર મહિલા કારની સામે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં મહિલા ડોક્ટરની ઓડી કારે એકટીવા સવાર મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બનતા આજે કાર ચલાવનાર મહિલા ડોક્ટરને ચક્કર આવી ગયા હતા અને તે ઘટના સ્થળે જ બેભાન થઈ ગઈ હતી.
ત્યારબાદ આસપાસના લોકો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા અડાજણ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો એલપી સવાણીથી સ્ટાર બજાર તરફ જતા રસ્તા ઉપર 40 વર્ષીય રીટાબેન ગોહિલ પોતાની એકટીવા લઈને જઈ રહ્યા હતા.
આ દરમિયાન પાછળથી આવતી ઓડી કાર સાથે એકટીવાની જોરદાર ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં રીટાબેનના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચે હતી. આ કારણસર તેમનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર કાર ચલાવનાર મહિલા ડોક્ટર નું નામ નેહા પાનસુરીયા હતું અને તે પોતાની ઓડી કાર લઈને જઈ રહી હતી, આ દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ રીટાબેનના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.. રીટાબેન કોઈ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
માહિતી મળી રહ્યું છે અકસ્માતની ઘટના બન્યા બાદ મહિલા ડોક્ટર ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જેના કારણે તે ઘટના સ્થળે જ બેભાન થઈ ગઈ હતી. હાલમાં પોલીસે મહિલા ડોક્ટરને નજર કેદ કરી છે. સારવાર મળ્યા બાદ મહિલાની પૂછપરછ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment