સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે મગદલ્લા વિસ્તારમાં વધુ એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર કોમ્પ્યુટર ડિપ્લો બાદ ડિગ્રી ની તૈયારી કરતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીની કેનેડામાં અભ્યાસ માટે ILTSની પરીક્ષામાં ઓછા બેન્ડ આવ્યા બાદ થઇ ગઇ હતી. જેથી વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે.
મૃત્યુ પામેલી વિદ્યાર્થીનું નામ હેતાલી હતું. મળતી માહિતી અનુસાર હેતાલી ડીગ્રી કરવાના વિચાર સાથે ILTSની તૈયારી શરૂ કરી હતી. વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યુ હોવાના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર હેતાલીએ પિતાની ગેરહાજરીમાં પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી અનુસાર હેતાલીએ ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર બપોરના સમયે હેતાલીએ પોતાની માતા સાથે વાત કરી હતી. સાંજ થઈ ગઈ ત્યારે હેતાલી ફોન ઉપાડતી નથી. જેથી પિતા ઘરે તપાસ કરવા માટે આવ્યા હતા.
પિતાએ ઘરે આવીને જોયું ત્યારે ઘરે દીકરીનું મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ પગલું ભરી આપેલા વિદ્યાર્થીઓએ પોતાનો મોબાઈલ ફોન ફોરમેટ કરી નાખ્યો હતો. વિદ્યાર્થિનીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.
પરંતુ પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે, બેન્ડ ઓછા થવાના કારણે વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું હશે. બીજી એક પણ જીવન ટૂંકાવવાની ઘટના પણ બની હતી. આ ઘટના ભટાર વિસ્તારમાં બની હતી. અહીં કાપડના વેપારીના દીકરાએ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment