ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવ ટૂંકાવી લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે સુરત શહેરમાં ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તાપી નદીમાં કૂદી પોતાનું જીવન ટૂંકાવી લીધો છે. મળતી માહિતી અનુસાર અમરેલીના મોટાલીલીયા તાલુકાના શેઢાવદર ગામના વતની અને કાપોદ્રા ભગવતીકૃપા સોસાયટીમાં રહેતા હસમુખભાઇ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરે છે.
હસમુખભાઈનો 17 વર્ષનો દીકરો જેનીશ શુભલક્ષ્મી વિદ્યાલયમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર 21 મેના રોજ જેનીશ ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. ત્યારબાદ જેનીશ નાના વરાછાના કલાકુંજ પાસેના નવા બ્રિજ પર પહોંચે છે અને ત્યાંથી તાપી નદીમાં કૂદીને પોતાનો જીવ ટૂંકાવી લીધું.
આ દરમિયાન કોઈક બાઇક ચાલકની નજર પડી અને તેને આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમને કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તાપી નદીમાં બાળકની શોધખોળ શરૂ કરી દીધી હતી.
પરંતુ નદીમાં જેનીશનો કોઈ પણ પ્રકારનો પત્તો લાગ્યો નહીં. ત્યારે બીજી તરફ જેનીશ ઘરે પરત ન આવ્યો તેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ જૈનિશ ન મળ્યો તેથી પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સોમવારના રોજ સવારે બ્રિજની નીચે તાપી નદીમાંથી જેનીશ મૃતદેહ મળી આવ્યો.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર થોડાક દિવસો પહેલા વાહન ચોરીના કેસમાં જેનીશ અને તેના પિતાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જેનીશ ખરાબ સંગતમાં જઇ રહ્યો હોવાથી તેના પિતા હસમુખભાઈએ તેને સમજાવ્યો હતો.
ત્યારબાદ ઘરે જઈને જેનીશ ઠપકો પણ આપ્યો હતો. જેના કારણે જેનીશે આ પગલું ભર્યું હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ હાલમાં આગળની કાર્યવાહી કરી રહી છે. જેનિશ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment