સુરતમાં સાડીના કારીગરે પોતાના ઘરમાં રસોડામાં ગળાફાંસો ખાઇ લીધો, જાણો શા માટે ભર્યું આ પ્રકારનું પગલું…

આજકાલ રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરત શહેરની એવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 39 વર્ષીય મહેન્દ્ર મોતીલાલ થોરાતે 11 ઓક્ટોબરના રોજ ઘરના રસોડામાં ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. મળતી માહિતી અનુસાર મહેન્દ્ર સાડી કટીંગ નું કામ કરીને વૃદ્ધ માતા સાથે પોતાનું ગુજરાન ચલાવતો હતો.

દીકરાના આ પ્રકારના પગલા બાદ વૃદ્ધ માતા લાચાર બની ગઈ છે. 5 સંતાનો માંથી બે ભાઈઓ અને બે બહેનોના અગાઉ મૃત્યુ થયા હતા. અને જ્યારે હવે 65 વર્ષની વૃદ્ધ માતાનો એકનો એક સહારો મહેન્દ્ર પણ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે.

ઘરમાં રસોડામાં દીકરાના લટકતો મૃતદેહ ને જોઈને માતાનું કાળજુ કાપી ઉઠયું હતું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાને લઇને તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને એક ચિઠ્ઠી મળી આવી હતી.

મૃતકની માતા

 

મૃત્યુ પામેલા મહેન્દ્રએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ” મારુ મૃત્યુનું કારણ કાશીનાથ છે, મારે મારા કામના 30 હજાર રૂપિયા લેવાના છે, મેં તેની પાસે હાથપગ જોડીને પૈસા માંગ્યા હતા પરંતુ તેને પૈસા આપ્યા ન હતા, તેને મને કીધું હતું કે તારાથી થાય એ કરી લે, મને આવો જવાબ આપીને કહ્યું કે નહીં આપું તો તું શું કરી લઈશ, થાય તે કરી લેજે.

આ ઉપરાંત મહેન્દ્ર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, મને રૂપિયા મળી ગયા હોત તો હું વીજળી કંપની માં કરીને લાઈટ રોજની લઈ આવવાનો હતો. માતાના જીવનમાંથી નોરતામાં અંધારું દૂર કરવાનો હતો. જો કે પૈસા ન મળતા નહીં આ પ્રકારનું પગલું ભર્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઇને અમરોલી પોલીસે કાશીનાથ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મહેન્દ્ર તેની વૃદ્ધ માતા સાથે ધરતી નગર અમરોલી કોસાડ આવાસમાં રહેતો હતો. પોતાની મહેનતના 30000 રૂપિયા ન મળતા મહેન્દ્ર એ ઘરના રસોડામાં ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*