સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ઉખાણામાં ઈઝરાયલથી આવેલી મોનિકા વેકરીયા નામની મહિલાના સોસાયટીના મામલે પોલીસે મહિલાના પતિ સહિત 7 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલી મહિલાના સાસુ સસરા અને એક નણદોઈની ધરપકડ કરી હતી. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે સાસરીયાઓના ત્રાસથી કંટાળીને મોનિકા વેકરીયાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હશે.
જ્યારે મોનિકા વેકરીયાના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે, મારી દીકરીએ સુસાઇડ કર્યું નથી પરંતુ તેનો જીવ લેવામાં આવ્યો છે. મોનિકાના પિતાએ પોલીસ પાસે ન્યાયની માંગણી કરી છે. પોલીસે આ ઘટનાના સાત આરોપીઓ માંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે ઇઝરાયેલમાં રહેતા મોનિકાનો પતિ ટેનીશ, નણંદ નેહા સવાણી, તેનો પતિ ડોક્ટર નિશાંત સવાણી અને નણંદ પારુલ પાદરીયા ફરાર છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મોનિકાના પતિના અન્ય યુવતી સાથે આડા સંબંધ હતા. તેથી તે મોનિકાને વારંવાર છુટાછેડા આપવા માટે દબાણ કરતો હતો. એવું પણ જાણવા મળી રહ્યું છે કે છેલ્લા બે મહિનાથી મોનિકાને તેના સાસરિયાંઓ ખૂબ જ હેરાન કરતા હતા. મૃત્યુ પહેલા મોનિકાએ પોતાના પિતાને કહ્યું હતું કે, આ બધા મારો જીવ લઈ લેશે, મારી સાસુએ મને કંઈક પીવડાવી દીધું છે મને હોસ્પિટલ લઈ જાઓ.
આ ઉપરાંત મોનિકાના પિતરાઈ ભાઈ જયદીપે જણાવ્યું કે, જ્યારે અચાનક જ મોનિકાની તબિયત ખરાબ થઈ ગઈ ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં 1:30 કલાક સુધી એવું કહેવામાં આવ્યું કે તેની તબિયત સ્થિર છે. સારવાર અંદર ચાલતી હતી તે દરમિયાન મોનિકાના નણંદ નો પતિ ડોક્ટર નિશાંત સવાણી અંદર હતો. તે બહાર આવીને અમને કહેતો હતો કે મોનિકાની તબિયત સારી છે. લીવર સારું કામ કરે છે. કિડની પણ સારી કામ કરે છે. અત્યારે તેને કોઈ તકલીફ નથી. એટલા માટે અમને થોડીક રાહત થઈ હતી.
પરંતુ દોઢેક કલાક બાદ તે ફરીથી અમને કહેવા આવ્યો હતો કે મોનિકાની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવી પડશે. મોનિકાના પિતરાઈ ભાઈએ વધુમાં જણાવ્યું કે, દોઢ કલાકમાં મોનિકાની યોગ્ય સારવાર થઈ નથી જેના કારણે તેની તબિયત વધારે ગંભીર થઈ ગઈ હતી. જો તેની યોગ્ય સમયે સારી સારવાર મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત એવું અમારું માનવું છે.
અમે આશા રાખીએ છીએ કે સમગ્ર ઘટનાને લઈને પોલીસ સરખી તપાસ કરશે અને આરોપીઓને જલ્દી ઝડપી પાડશે. હવે આ ગામે દિવસોમાં જ જોવાનું રહ્યું કે મોનિકાનું મૃત્યુ કયા કારણોસર થયું છે. મોનિકાના પિતાનું એવું કહેવું છે કે સાસરિયાંઓએ મોનિકાનો જીવ લઈ લીધો છે. અને પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મોનિકાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment