સુરત શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરતના લિંબાયત વિસ્તારમાંથી બે દિવસ પહેલા તાજુ જ જન્મેલું નવજાત બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લિંબાયતની હોસ્પિટલની નર્સ દ્વારા નવજાત બાળકને અહીં ફેંકવામાં આવ્યું છે..
આ ઘટનાના એક રુવાટા ઉભા કરી દેનારા સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પોલીસે વીડિયોના આધારે નર્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી કિનારે એક ટાઇલ્સનો વેસ્ટિજ રૂમ આવેલો છે. અહીંથી બે દિવસ પહેલા એક મૃત નવજાત બાળક મળી આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે, ઘટના સ્થળેથી નજીકમાં આવેલી શિખા હોસ્પિટલની નર્સ અંજુસિંહ દ્વારા બાળકને અહીં ફેંકવામાં આવ્યું હતું. શુક્રવારના રોજ મોદી રાત્રે લિંબાયત વિસ્તારના રણછોડ નગર પાસે ખાડીની પાછળ આવેલા ટાઇલ્સના વેસ્ટેજ ગોડાઉન માંથી બાળકોનું મૃતદેહ મળી આવ્યું હતું.
પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તેમને એક ચોકાવનારા સીસીટીવી ફૂટે મળ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે હોસ્પિટલના ધાબા ઉપરથી એક મહિલા બાળકને નીચે ફેકતી નજરે પડી રહે છે. ત્યાર પછી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે હોસ્પિટલમાં કામ કરતી નર્સ અંજુસિંહની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકનું મૃતદેહ મળ્યા બાદ પોલીસે તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. ડોક્ટરનું કહેવું છે કે, બાળકનું પ્રસુતિ દરમિયાન અથવા તો પ્રસુતિ પહેલા મૃત્યુ થઈ ગયું હશે. હાલમાં તો આ સમગ્ર ઘટના ને લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન નર્સે કબુલાત આપી હતી કે, બે દિવસ પહેલા એક મહારાષ્ટ્રીયન પરિવારે અહીં આવ્યું હતું અને મેં તેમનું એબોસન કર્યું હતું.
View this post on Instagram
મહિલાના એબોસન બાદ મૃત હાલતમાં બાળકનો જન્મ થયો હતો. ત્યાર પછી બાળકના માતા પિતાની સંમતિથી તેને બાળકને બહાર ફેંકી દીધું હતું. સમગ્ર ઘટના દૂર લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી નર્સ અને અજાણ્યા માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આ ઘટનાને લઈને હજુ પણ ઘણા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment