એ..એ..ધડામ..! સુરતમાં 85 મીટર ઊંચો કુલિંગ ટાવર માત્ર 7 સેકન્ડમાં એક જ ઝટકામાં નીચે પાડી દીધો… જુઓ ટાવર તૂટવાનો LIVE વિડિયો…

Published on: 1:03 pm, Tue, 21 March 23

મિત્રો સુરત શહેરના ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જુના કુલીંગ ટાવરનું ડિમોનેશન કરવામાં આવ્યું છે. આજ રોજ સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરમાં એક મોટો બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેના કારણે એક જ ઝટકામાં 85 મીટર ઊંચો કુલિંગ ટાવર તૂટી પડ્યો હતો. આધુનિક ટેકનોલોજીની મદદથી કુલિંગ ટાવરને ઉતારવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર માત્ર ગણતરીની સેકન્ડમાં જ એક સાથે 72 પીલરમાં બ્લાસ્ટ કરાયા હતા. ટાવરને તૂટતો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના મકાનની છત પર ચડ્યા હતા. જેના કેટલાક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ટાવર તૂટવાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગણતરીની સેકન્ડમાં જ ટાવર ધરાશાઈ થયો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરતના ઉત્રાણ કુલીંગ ટાવર વર્ષ 1993 માં બનાવવામાં આવ્યો હતો. જેના 30 વર્ષ પૂર્ણ થતા જ કેન્દ્ર સરકારે આ કુલિંગ ટાવરનું ડિમોલેશન કરવાનો નિર્ણય કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે કુલિંગ ટાવરને જરાસાઈ કરવા માટે 200 કિલોથી પણ વધારે એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

લોકો તકેદારી સાથે તૂટતા ટાવરને જોવા છત પર ચડ્યાં હતાં.

આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ટાવરને ધરાશાય કરી દેવામાં આવ્યો હતો. આધુનિક ટેકનોલોજી ની મદદથી માત્ર સાત સેકન્ડમાં 85 મીટર ઊંચો ટાવર એક જ ઝટકામાં નીચે પાડવામાં આવ્યો હતો. જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે આસપાસના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં લોકો પોતાના મકાન પર ચડીને તૂટતા ટાવરના સાક્ષી બન્યા હતાં

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટાવરનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. આધુનિક ટેકનોલોજીની મદદથી માત્ર ગણતરીની સેકન્ડોમાં જ વિશાળ ટાવરને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. ટાવરના ડિમોલેશનના કેટલાક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે ટાવરનું ડિમોલિશન જોવા માટે આસપાસના વિસ્તારના લોકો પોતાના ધાબા ઉપર ચડ્યા હતા.

મળતી માહિતી અનુસાર 1993 માં ટાવર બનાવવામાં આવ્યો હતો. ટાવર નું નિર્માણ થયા બાદ 30 થી 35 વર્ષ બાદ તેનું ડિમોલેશન કરવાનું હોય છે. 2017માં 30 વર્ષ પૂર્ણ થતા જ કેન્દ્ર સરકારે ટાવરનું ડિમોલેશન માટેનો નિર્ણય લીધો હતો. જેનું આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ડિમોલેશન કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ..એ..ધડામ..! સુરતમાં 85 મીટર ઊંચો કુલિંગ ટાવર માત્ર 7 સેકન્ડમાં એક જ ઝટકામાં નીચે પાડી દીધો… જુઓ ટાવર તૂટવાનો LIVE વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*