Surat Suicide: સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. સુરતમાં સરથાણા યોગીચોક(Sarthana Yogichowk) વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર(Simada canal) પાસે દાતાર હોટલ(Surat Datar Hotel near family Suicide) નજીક ઝેરી દવા પી લીધી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના ચારેય સભ્યોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં ટૂંકી સારવાર દરમિયાન પત્ની અને દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ત્યાર પછી દીકરાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે પતિની હાલત ખૂબ જ ગંભીર છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર રત્નકલાકારે પોતાના પરિવાર સાથે ઝેરી દવા પીધા બાદ પોતાના પિતરાઈને ફોન કર્યો હતો. ફોન પર કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીને સાચવી લેજે. જાણવા મળી રહ્યું છે કે આર્થિક સંકડામણના કારણે રત્નકલાકાર પરિવારે આ પગલું ભર્યું હોય તેવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાણવા મળી રહ્યું છે કે મોટો એક દીકરો મિત્રો સાથે બહાર ગયો હતો. જ્યારે દીકરી માસીના ઘરે ગઈ હતી આથી તે બંને બચી ગયા છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગર સિહોરના વતની એવા 55 વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા હીરાના કારખાનામાં કામ કરે છે.
બુધવારના રોજ મોદી સાંજે વિનુભાઈએ તેમની પત્ની શારદાબેન, 20 વર્ષના દીકરો અને 15 વર્ષની દીકરી સાથે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ ચારેયને 108 ની મદદ થી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ટૂંકી સારવાર દરમિયાન શારદાબેન અને તેમની દીકરીએ અંતિમ શ્વાસ લીધા હતા. માતા અને બહેનનું મોત થયા બાદ ભાઈ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જ્યારે વિનુભાઈ મોરડીયાની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ પહોંચી આવી હતી.મળતી માહિતી અનુસાર વિનુભાઈ મોરડીયા અને ચાર સંતાનો છે. જેમાં બે સંતાનો બહાર ગયા હતા અને ઘટના બની ત્યારે બે સંતાનો વિનુભાઈની સાથે હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે વિનુભાઈ પરિવાર સાથે ઝેરી દવા પીધા પહેલા એક સુસાઇડ નોટ રૂપે વિડીયો પણ બનાવ્યો હતો. જેમાં વિનુભાઈ કરી રહ્યા છે કે મારે હવે સુસાઇડ કરવા સિવાય કોઈ આખરી રસ્તો નથી. હું સારો પિતા બની ન શક્યો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો. આ રેકોર્ડ કર્યા બાદ વિનુભાઈ પોતાના પરિવાર સાથે જીવન ટૂંકાવ્યું હતું.
વિનુભાઈ એક કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા હાલમાં મંદી માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે વિનુભાઈની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને આ કારણોસર તેમને આ પગલું ભર્યું હશે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment