લગ્નમાં યુવકને ઘોડીની સામે ડાન્સ કરવો ભારે પડી ગયો, ઘોડીનો બાટલો કાઢતા યુવક સાથે કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

Published on: 1:08 pm, Thu, 8 June 23

Funny video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. ખાસ કરીને ઘણી વખત એવા રમૂજી વિડીયો(Funny video) સામે આવતા હોય છે તે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં લગ્નમાં ઘોડીની પાસે ઊભા રહીને ડાન્સ કરી રહેલા એક વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો. આ ઘટનામાં એક યુવકને લગ્નમાં ઘોડી ની સામે સ્ટાઇલમાં નાચવું ભારે પડી ગયું છે. યુવકને જોઈને ઘોડીને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને પછી ઘોડીએ યુવક સાથે કંઈક એવું કર્યું કે ત્યાં સૌ કોઈ લોકો દોડતા થઈ ગયા હતા.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે ઘોડી રસ્તાની વચ્ચોવચ ઊભી છે અને આજુબાજુ કેટલા લોકો ભુજ સૂટ પહેરીને ઉભેલા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ સ્ટાઇલ મારતો મારતો ઘોડીની સામે આવીને નાચવા લાગે છે.

વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે ઘોડી આ યુવકથી ખૂબ જ નારાજ છે. જ્યારે યુવક ડાન્સ કરી રહ્યો હોય છે ત્યારે અચાનક જ ઘોડી તેને જોરદાર લાત લગાવે છે. લાત એટલી જોરદાર હતી કે યુવક ફંગોળાઈને રોડ ઉપર પડે છે. હવે એવું લાગી રહ્યું છે કે આ યુવક હવે પોતાના લગ્નમાં પણ કોઈ દી ડાન્સ નહી કરે.

વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર @iama_11 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો 22 મે ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને હસી હસીને ગોટો વળી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નમાં યુવકને ઘોડીની સામે ડાન્સ કરવો ભારે પડી ગયો, ઘોડીનો બાટલો કાઢતા યુવક સાથે કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*