સુરતમાં માત્ર બે રૂપિયાની સિગરેટ લેવાની વાતમાં મિત્રએ જ મિત્રનો જીવ લઈ લીધો… જાણો શું છે સમગ્ર ઘટના…

સુરતમાં બનેલી વધુ એક જીવ લેવાની ઘટના સામે આવી રહે છે. સુરત શહેરના ભટાર વિસ્તારમાં મોડી રાત્રે એક મિત્રએ જ ધારદાર વસ્તુ વડે પોતાના મિત્રનો જીવ લઈ લીધો છે. ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બંને મિત્રો વચ્ચે સિગરેટ લેવા ની બાબતમાં ઝઘડો થઈ ગયો હતો અને ઝઘડો એટલો વધી ગયો કે મિત્ર એ જ પોતાના મિત્રનો જીવ લઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે, મૃતક યુવક દ્વારા આરોપીને સિગરેટ લેવા માટે બે રૂપિયા આપવામાં આવ્યા હતા.

આટલા ઓછા રૂપિયામાં સિગરેટ ન આવે આ બાબતને લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી. જો તો જોતામાં બંનેની માથાકૂટ ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. પછી ગુસ્સામાં ભરાયેલા એક મિત્રએ ધારદાર વસ્તુ વડે પોતાના મિત્ર ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.

વિગતવાર વાત કરીએ તો સુરતના ભટાર વિસ્તારમાં તડકેશ્વર નગર સોસાયટીમાં રહેતા 30 વર્ષના આકાશ બાબાસાહેબ વાઘમારે અને દીપ રવિન્દ્ર પટેલ નામના બંને યુવકો એકબીજાના જીગરી મિત્રો હતા. મળતી માહિતી અનુસાર બંને મિત્રો મોડી રાત્રે સિગરેટ લેવા આવ્યા ત્યારે બંને વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી. આકાશે પોતાના મિત્રને સિગરેટ લેવા માટે બે રૂપિયા આપ્યા હતા.

પરંતુ બે રૂપિયામાં સિગરેટ ન આવે તેવું જણાવતા જ બંને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. પછી તો બંને મિત્રોએ એકબીજા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં આકાશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે દીપને સામાન્ય ઇજા પહોંચી હતી.

પછી આકાશને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વાત ના સમાચાર મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપી મિત્રને પકડી પાડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*