સુરત શહેરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 17 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. જાણવા મળી રહ્યું છે કે યુવકે સાવ નાની એવી વાતમાં સુસાઇડ જેવું મોઢું પગલું ભર્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે પરિવારે મોબાઈલ ફોન લઈને આપતા યુવકને માઠું લાગ્યું હતું અને તેને સુસાઇડ કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સુસાઇડ કરનાર 17 વર્ષના યુવકનું નામ રાહુલ હતું. રાહુલ પોતાના પરિવાર સાથે પાંડેસરા મિલન પોઇન્ટ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહે છે.
જાણવા મળી રહ્યું છે કે રાહુલ પોતાની માતા સાથે ભીખ માંગીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. છેલ્લા થોડાક દિવસોથી રાહુલ નવો મોબાઈલ લાવવા માટે જીદ કરતો હતો. પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પિતાએ મોબાઈલ આપવાની ના પાડી હતી.
પિતાએ મોબાઈલ આપવાની ના પાડી એટલે રાહુલને ખૂબ જ માઠું લાગ્યું હતું. ત્યાર પછી રાહુલે એકલતાનો લાભ ઉઠાવીને ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોનું નિવેદન લઈને તેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment