સુરત શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ બપોરે પીપલોદ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ સમરસ હોસ્ટેલના સાતમા માળે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા આજ ગર્લ્સ હોસ્ટેલમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
ઘટનાની માહિતી મળ્યા બાદ ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલી યુવતીનું નામ દેવાંશી પાલવે હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. દેવાંશી ડાંગના વધઈ તાલુકાના બારખંડીયા ગામમાં રહેતી હતી. દેવાંશી છ મહિનાથી સુરતમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે સુરત આવી હતી.
તે સુરત શહેરમાં એસવીએનઆઈટી કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરતી હતી. દરરોજની જેમ કોલેજ પૂર્ણ થયા બાદ તે હોસ્ટેલમાં આવી હતી. અહીં દેવાંશી એ બપોરના સમયે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થીની દેવાંશીની રૂમનો અડધો દરવાજો ખોલીને જોયું, ત્યારે વિદ્યાર્થીની ને દેવાંશીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.
ત્યારબાદ તે વિદ્યાર્થીનીએ બુમાબુમ કરી હતી. જેના કારણે અન્ય લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી દેવાંશી ખૂબ જ શાંત સ્વભાવની હતી. ઉતરાયણના દિવસે તે રજા લઈને પોતાના ઘરે પણ ગઈ હતી.
ચાર દિવસ પહેલા રજા પૂર્ણ થતા તે ઘરેથી સુરત પાછી આવી હતી. સુરતમાં તે કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોલીસે હાલમાં વિદ્યાર્થીનીએ આ પગલું કયા કારણોસર ભર્યું તેનું ચોક્કસ કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે. દેવાંશીએ અગાઉ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં મેથ્સનું પેપર નહોતું આપ્યું. આ અંગે તેને લખેલી રજા ચિઠ્ઠી પણ પોલીસને મળી હતી. જેમાં લખ્યું હતું કે મારી તબિયત સારી ન હોવાથી પેપર નથી આપી શકી તો ફરીથી આપવા દેવામાં આવે. આ અંગે તેને ટેલીફોનિક વાત પણ તેના મિત્રને કરી હતી.
મૃત્યુ પહેલા તેને પોતાની માતા સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ હોસ્ટેલ રૂમમાં આવી હતી અને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તળાવમાં આવીને તેને આ પગલું ભર્યું છે.પોલીસે દેવાંશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને ત્યારબાદ આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી હતી. પોલીસની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ મૃત્યુનો સાચું કારણ જાણી શકાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment