સુરતમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરતના પાલ વિસ્તારમાં ભેસાણ તરફના ન્યુ ગૌરવપથ રોડ ઉપર એક બસ ચાલકે 7 વર્ષના બાળકને અડફેટેમાં લીધો હતો. ગંભીર રીતે ઇજા પહોંચવાના કારણે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર બાળક પોતાની માતાની આંગળી પકડીને રોડ ક્રોસ કરી રહ્યો હતો.
આ દરમિયાન કન્ટ્રી સાઈડ ઇન્ટરનેશનલ સ્કૂલની બસે બાળકને અડફેટેમાં લીધો હતો. જેના કારણે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. દીકરાનું મૃત્યુ થતા જ માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. માત્ર 7 વર્ષના દીકરાનું મૃત્યુ થતા પરિવાર ઉપર આભ તુટી પડ્યું હતું. અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બધા લોકોએ ભેગા મળીને તાત્કાલિક બાળકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરે પણ બાળકને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ બાળકનો જીવ બચી શક્યો નહીં. પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી. વિગતવાર વાત કરીએ તો શમશાદ આલમ રજાક તેના સાત વર્ષના બાળક અબ્દુલ અને પત્ની સાથે રોડ ઉપર રહે છે અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
ન્યુ ગૌરવ પથ રોડ ઉપર ચાલી રહેલી બાંધગામ સાઈડમાં તે મજૂરી કામ કરતો હતો. તેનો સાત વર્ષનો બાળક તેની પત્નીનો હાથ પકડીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન બસ ચાલકે તેને કચડી નાખ્યો હતો. દીકરાનું મૃત્યુ થતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર માતા પોતાના બાળક સાથે રોડ ક્રોસ કરી રહી હતી.
ત્યારે માતા આગળ નીકળી ગઈ હતી અને બાળક પાછળ રહી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતી બસે બાળકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે બસના ડ્રાઇવરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment