સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર કુટણખાનાઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી છે. સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલી હિંમતનગર સોસાયટી સ્થિત અશોકવાટિકા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી કાપોદ્રા પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યો છે.
કુટણખાનાની અંદરથી એક એવા વ્યક્તિ મળ્યા કે જેને જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે કુટણખાનામાંથી બે મહિલાઓ અને એક વૃદ્ધ વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત પોલીસે 1600 રૂપિયા રોકડા ઝડપી પાડ્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે, અશોકવાટિકાના એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 102ના કુટણખાનું ચાલે છે. બાતમી આધારે કાપોદ્રા પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. પોલીસે ફ્લેટના હોલમાંથી 37 વર્ષીય હંસાબેન નામની મહિલાને ઝડપી પાડી હતી.
જ્યારે પોલીસે ફ્લેટના અન્ય રૂમમાં તપાસ કરી ત્યારે અંદરની રૂમમાંથી એક 31 વર્ષની મહિલા અને એક 65 વર્ષના ભાભા મળી આવ્યા હતા. આ 31 વર્ષની મહિલા સાથે 65 વર્ષના ભાભા મજા માણી રહ્યા હતા. વૃદ્ધ વ્યક્તિ ગ્રાહક હતા અને તેમનું નામ દેવરાજભાઈ રણછોડભાઈ સુતરીયા હતું.
સમગ્ર ઘટનામાં પોલીસને કુટણખાનાની સંચાલક મહિલા પાસેથી 100 રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત 65 વર્ષીય દેવરાજભાઈ પાસેથી 1500 રૂપિયા મળી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment