સિહોર તાલુકામાં એક યુવાને વળાવડના તળાવમાં લગાવી મૃત્યુની છલાંગ…

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેવી ઘટના સિહોર તાલુકા ની સામે આવી છે. મળતી માહિતી અનુસાર સિહોર તાલુકાના મોટા સુરકા ગામે રહેતા એક યુવકે ગઈકાલે રાત્રે એના મામાને વોટ્સએપમાં પોતાની જીંદગીના અંતિમ મેસેજ કરીને તળાવમાં મૃત્યુની છલાંગ લગાવી હતી.

મળતી માહિતી અનુસાર આજરોજ સવારે ભાવનગરની ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલો યુવક આશરે 25 વર્ષની ઉંમરનો હતો અને તેનું નામ કૈલાશભાઈ કનૈયાલાલ નિમ્બાર્કએ ગઈકાલે રાત્રે 6.44 વાગ્યાની આસપાસ ભાવનગરમાં રહેતા પોતાના મામા રાજુ ભાઈને વોટ્સએપમાં મેસેજ કર્યો હતો કે, ‘મામા હું જીવનનું છેલ્લું પગલું ભરવા જઈ રહ્યો છું’.

યુવકે આ રીતનો મેસેજ કરીને સુરકા ગામે આવેલા વળાવડ તળાવમાં મૃત્યુની છલાંગ લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર અંદાજે મામા એ રાત્રે 8 વાગ્યાની આસપાસ પોતાના ભાણીયા નો મેસેજ જોયો હતો.

મેસેજ જોઈને પરિવારના તમામ સભ્યો દોડતા થઇ ગયા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે મોટા સુરકા ગામના તળાવ પાસે કૌશલની બાઈક મળી આવી હતી. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ થાય ભાગ ની ટીમલી કરવામાં આવી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આજરોજ સવારે એક કલાક ની કામગીરી બાદ સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ યુવકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને તેને પરિવારને સોંપવામાં આવ્યું હતું.

યુવક પોતાના મોબાઈલ, બાઈકની ચાવી અને પાકીટ સાથે જ તળાવમાં કૂદી હતો. અચાનક જ યુવકે આ પગલું ભર્યું તેના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું તે યુવકે શા માટે પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજી કોઈપણ જાણકારી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*