વડાપ્રધાન જી ના રેવડી વાળા નિવેદન ના જવાબમાં ‘આપ’ એ ગુજરાત ભર માં વિરોધ પ્રદર્શન કર્યું.

માનનીય પ્રધાનમંત્રીજી એ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી ની મજાક ઉડાવતા કહ્યું હતું કે, દેશમાં કેટલાક લોકો જનતા ને મફત સેવાના નામે રેવડીયો વેચી રહ્યા છે. પ્રધાનમંત્રીજી ના આ નિવેદન નો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરી રહી છે. પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે આજે આપણા દેશમાં આ બાદમી પાર્ટી એક જ માત્ર એવી પાર્ટી છે જે પ્રજાને મફતમાં સુવિધા આપવાની સાથે સાથે દિલ્હી રાજ્યને દેવા મુક્ત કર્યું છે. પ્રજાને જે સુવિધાઓ આપવામાં આવે છે તે તેમના ટેક્સના પૈસાથી જ આપવામાં આવે છે.

આમ આદમી પાર્ટીના પ્રજાલક્ષી કામને ન સમજનાર વડાપ્રધાનજી ના નિવેદનનો સખત વિરોધ આજરોજ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા સહિતના તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીઓના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પરંતુ કેટલાક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન શરૂ થાય તે પહેલા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપ સરકારના ઇશારે ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના શાંતિ પ્રિય કાર્યકર્તાઓ લોકશાહી ઢબે પ્રદર્શન કરવાનો અધિકાર ધરાવે છે. પરંતુ ગુજરાતની તાનાશાહી ભાજપ સરકાર તે પણ કરવા નથી દેતી.

આજે નરેન્દ્ર મોદી છીએ દિલ્હી સરકારની આર્થિક નીતિઓના વખાણ કરવા જોઈએ કારણ કે અરવિંદ કેજરીવાલજી એ દિલ્હીના લોકોના ભલામાં ઘણા કાર્યો કર્યા છે અને દિલ્હીને દેવા મુક્ત બનાવ્યું છે. આજે સમગ્ર દેશ માટે દિલ્હી એક મેડલ સ્ટેશન બની ગયું છે. કોઈપણ પ્રકારના દેવા વગર દિલ્હીનું બજેટ સતત વધી રહ્યું છે.

શરમજનક વાત એ છે કે ભાજપ સરકાર દ્વારા શાસિત તમામ રાજ્યો આજે દેવા નીચે દબાયેલા છે. તેમ છતાં પણ નરેન્દ્ર મોદી જી તેમની સરકારોને સારી આર્થિક નીતિ બનાવવામાં મદદ નથી કરી રહ્યા, પરંતુ જે રાજ્ય દેવા મુક્ત છે અને ત્યાંની જનતાને મફત સુવિધા મળી રહે છે. તેમની ટીકા કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે દેવામાં ડૂબેલા રાજ્યો અને કેન્દ્ર સરકાર પણ દિલ્હી સરકારના આર્થિક મોડલ પર ધ્યાન આપીને સારી બાબતો શીખી અને તેમના રાજ્યોમાં દિલ્હી જેવી આર્થિક નીતિઓ લાગુ કરે.

માનનીય પ્રધાનમંત્રીજીના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, આમ આદમી પાર્ટીના પરિવર્તનના કાર્યો અને રાજનીતિના કારણે સમગ્ર ભાજપમાં ભયનો માહોલ છવાયો છે. ગુજરાતની જનતા હવે વધુ સારો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહે છે. જેના કારણે માનનીય વડાપ્રધાનજી નારાજ થયા છે. તે તેમના શબ્દ પરથી સ્પષ્ટ દેખાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*