મિત્રો હાલમાં કોઈ કોઈનું રહ્યું નથી. દરેક લોકો પોતાના કામથી જ એકબીજા સાથે મતલબ રાખે છે. આવા સમયમાં પણ ઘણા એવા લોકો છે. જેવો હંમેશા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરે છે. ત્યારે રાજકોટમાં શરૂ થયેલી એક એવી સેવા વિશે આજે આપણે વાત કરવાના છીએ. જેના વિશે સાંભળીને તમે પણ સેવા શરૂ કરનાર લોકોને દિલથી સલામ કરશો.
મિત્રો રંગીલા રાજકોટમાં ગરીબ લોકો માટે એક અનોખી બેંક શરૂ કરવામાં આવી છે. આ બેંકનું નામ રોટી બેંક રાખવામાં આવ્યું છે. આ બેંક ચાલુ કરવા પાછળ એક જ હેતુ છે કે કોઈપણ વ્યક્તિ ભૂખ્યા ન સુવા જોઈએ. આ બેંક જરૂરિયાત મંદ વ્યક્તિની ભૂખ મિટાવવાનું કામ કરે છે.
આ સેવાકીય કામ કરવા માટે સંસ્થાએ અનેક લોકોની મદદ લીધી છે. આ બેંકની અંદર કોઈ રૂપિયા નહીં પરંતુ રોટલી જમા કરવામાં આવે છે. રોટી બેંકમાં રાજકોટની મહિલાઓ ખૂબ જ મહત્વનો ફાળો આપી રહે છે. તેઓ ગરીબ લોકો માટે રોટલીઓ બનાવે છે. એટલો જ નહીં પરંતુ ટ્રસ્ટમાં કામ કરતા લોકો શેરી, ગલી અને મોહલ્લાઓમાં ફરી ફરીને રોટલી ભેગી કરે છે.
ત્યાર પછી ગરીબોને, રસ્તામાં બેઠેલા ભિખારીઓને અને ઝૂંપડપટ્ટીવાળા લોકોને આ રોટલી ખવડાવવામાં આવે છે. આ બેંક રાજકોટના બોલબાલા ટ્રસ્ટના મકાનમાં ચાલે છે. ટ્રસ્ટના ડાયરેક્ટર જયેશભાઈ જણાવ્યું કે, શરૂઆતમાં તો ત્યારે આ બેંક શરૂ કરી ત્યારે દરરોજની 250 થી 300 જેટલી રોટલીઓ ભેગી થતી હતી.
પછી ધીમે ધીમે રોટલીની સંખ્યાઓ વધતી ગઈ. આ રોટલીઓ હોસ્પિટલોમાં પણ લઈ જવામાં આવે છે અને મજૂરોને પણ વેચવામાં આવે છે. જયેશભાઈ જણાવ્યું કે, તેમને રોટી બેંક શરૂ કરવાનો વિચાર સરકારી હોસ્પિટલની બહારથી આવતા લોકોની મુશ્કેલીઓને જોઈને આવ્યો હતો.
પછી તેમને દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોની ભૂખ દૂર કરવા માટે આ કાર્ય શરૂ કર્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે રોટી બેંકમાં માત્ર તાજી અને ચોખા ઘી વાળી રોટલીઓ લેવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા રોટલીની સાથે શાક અને મીઠાઈ પણ ગરીબ લોકોને આપવામાં આવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર વર્ષથી બોલબાલા ટ્રસ્ટ દ્વારા આ સેવાકીય કામ કરવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment