મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ચોરી અને લૂંટની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ચોરી અને લૂંટની ઘટનાઓ વધી જતાં હવે એવું લાગી રહ્યું છે કે ચોરી અને લૂંટ કરનાર લોકોને હવે પોલીસનો ડર નથી રહ્યો. ત્યારે રાજકોટના યાત્રાધામ વીરપુરમાં એક ચોરીની ઘટના સામે આવી છે.
આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર 16 જૂનના રોજ વીરપુરના એક ગેસ્ટ હાઉસના માલિકના ખિસ્સા માંથી બે યુવકોએ મોબાઇલની ચોરી કરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સામે આવી રહ્યા છે.
સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે, એક યુવકે ગેસ્ટ હાઉસના માલિકની સામે ઉભો રહી કવર કર્યું હતું. જ્યારે બીજા યુવકે ગેસ્ટ હાઉસના માલિકના ખિસ્સા આડે થેલી રાખીને ઉપરના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી લીધો હતો. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે, ગેસ્ટ હાઉસના માલિકના ઉપરના ખિસ્સામાં મોબાઈલ જોઇને બે યુવકો તેમની સાથે સાથે ચાલવા લાગે છે.
આ દરમિયાન એક યુવક ગેસ્ટ હાઉસના માલિકની આગળ આવીને ઊભો રહી જાય છે. ત્યારબાદ બીજો યુવક ગેસ્ટ હાઉસની અંદર જઈને ગેસ્ટ હાઉસના માલિકનું કંઈક પૂછે છે. ત્યારે ગેસ્ટ હાઉસના માલિક પોતાનો હાથ ઊંચો કરીને રસ્તા તરફ ઇશારો કરે છે.
આ દરમિયાન એક યુવક કેમેરાની આડો આવીને ઊભો રહી જાય છે. જ્યારે બીજો યુવક ગેસ્ટ હાઉસના માલિકના ઉપરના ખિસ્સામાં પડેલો મોબાઇલ ચોરીની ઘટના સ્થળેથી ફરાર થઇ જાય છે. ત્યારબાદ આ ઘટના અંગે ગેસ્ટ હાઉસના માલિકે વિરપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
રાજકોટમાં બે યુવકોએ મળીને એક દાદાના ઉપરના ખીચા માંથી મોબાઇલની ચોરી કરી – જુઓ CCTV ફૂટેજ… pic.twitter.com/VtIsRGM8qI
— GUJJU ROCKZ (@gujju_rockz) June 20, 2022
પોલીસે સમગ્ર ઘટનાને લઇને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો આવા લોકોથી જરૂર સાવધાન રહેજો. કારણ કે આવા લોકો આપણી વચ્ચે જ રહીને આપણી કિંમતી વસ્તુઓની ચોરી કરે છે. આવી ચોરીની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી દિવસેને દિવસે આવી ઘટનાઓ પણ વધતી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment