રાજકોટમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં રહેતી 18 વર્ષની યુવતીને 8 ઓક્ટોબરના રોજ સાંજના સમયે તેની માતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. હોસ્પિટલમાં ગાયનો વિભાગના તબીબો એ ચેકઅપ કર્યો ત્યારે જાણવા મળ્યું કે યુવતીને દોઢ માસનો ગર્ભ છે. જાણીને તમને પણ આચકી લાગશે કે આ ગર્ભ રાખનાર બીજું કોઈ નહીં પરંતુ યુવતીનો સગો બાપ છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે યુવતીની પૂછપરછ કરી હતી અને યુવતીએ પૂછપરછ માં જણાવ્યું કે, તેના પિતા રીક્ષા ચલાવે છે અને માતા ઘરે ન હોય ત્યારે તેના પિતા તેની સાથે ન કરવાનું કરતા હતા. પોલીસે યુવતીની ફરિયાદ પરથી યુવતી ના પિતા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
જ્યોતિ ની માતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મારા સંતાનોમાં બે બાળકો છે. એક મોટી દીકરી અને એક દીકરો. હું રાજકોટની એક સંસ્થા સાથે જોડાઈને નાનું મોટું કામ કરું છું. મારા પતિ રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાત ચલાવે છે. એક અઠવાડિયા પહેલા મારી દીકરીના માસિક શરૂ થયા હતા. જેમાં ખૂબ જ રક્ત નીકળ્યું હતું. જેથી દીકરીને સારવાર માટે હું ડોક્ટર પાસે લઈ ગઈ હતી. ડોક્ટરે દવા આપી પરંતુ કાંઈ ફરક ન પડ્યો. તેથી બીજા દિવસે અમે ફરીથી ડોક્ટર પાસે ગયા હતા.
ત્યારે ડોક્ટરે સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કરાવ્યા હતા. ત્યારે ખબર પડી કે દીકરી ગર્ભવતી છે. આ વાતની જાણ થયા બાદ ડોક્ટરોએ દીકરીની માતાને બહાર મોકલી દીધી હતી. ત્યારબાદ 15 થી 20 મિનિટ સુધી દીકરીની પૂછપરછ કરી હતી. પરંતુ દીકરી કશું બોલી ન હતી. ત્યારબાદ ડોક્ટરે મને બોલાવી અને મેં તેને પૂછ્યું ત્યારે તેને મને રડતા રડતા કહ્યું કે, આ ગર્ભ પપ્પાનું છે. દીકરીની આ વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને હું ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી.
દીકરીની માતાએ વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ હોસ્પિટલમાં દીકરી ધીમે ધીમે સ્વસ્થ થઈ અને તેની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, છેલ્લા ઘણા વર્ષો એટલે કે જ્યારે દીકરી 10 થી 11 વર્ષની હતી ત્યારે તેના પિતા તેની સાથે ન કરવાનું કરતા હતા. દીકરીની માતાએ વધુમાં જણાવ્યું કે, હું કામ કરવા માટે બહાર જાઉં ત્યારે દીકરી ઘરે એકલી હોય છે.
એકલતા નો લાભ ઉઠાવીને મારો પતિ વારંવાર દીકરી સાથે ન કરવાનું કાર્ય કરતો હતો. હું મારી દીકરીની આવી હાલત જોઈ શકતી નથી. સમાજમાં બીજી દીકરીઓ સાથે આવું ન થાય તે માટે મારો નરાધમપતિ જેલમાંથી બહાર ન આવે તેવું ઇચ્છું છું. મેં આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ પણ નોંધાવી છે અને મારા પતિને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરું છું. મિત્રો કોમેન્ટ કરીને તમે પણ જણાવો કે આવા નરાધમ બાપ સાથે શું કરવું જોઈએ અને તેને શું સજા મળવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment