રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક બોલેરો ચાલકે 2 વર્ષની માસુમ બાળકીને કચડી નાખી છે. બાળકીનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. રાજકોટ શહેરના જીવરાજ પાર્ક પાસે સિદ્ધિ સેહે નામની બાંધકામ સાઈડ પર મજૂરી કરવા માટે મધ્યપ્રદેશનો એક યુવક પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે છેલ્લા એક મહિનાથી અહીં આવેલો હતો.
તે અહીં મજૂરી કામ કરતો હતો અને પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેની બે વર્ષની દીકરી પ્રિયાંશી અને મોટી દીકરી અને અન્ય બાળકો બાંધકામ સાઈડ પર રમી રહ્યા હતા. બાળકો રમી રહ્યા હતા ત્યારે સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ એક બોલેરો પીકઅપ વાહન સેન્ટીંગનો સામાન ઠાલવવા માટે આવેલું હતું.
આ દરમિયાન બોલેરો ચાલકને બાળકો રમી રહ્યા હતા તે દેખાયું નહીં અને તેને બે વર્ષની પ્રિયાંશી ઉપર બોલેરો ચડાવી દીધી હતી. આ કારણસર માસુમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.
પછી બાળકીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા તો દીકરીનું મોત થઈ ગયું હતું. દીકરીનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે માસુમ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને બોલેરો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. બોલેરો ચાલકની બેદરકારીના કારણે એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. માં-બાપે બે વર્ષની લાડલી દીકરી ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment