છેલ્લા થોડાક સમયથી રાજકોટમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક એવો જ બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં ધોરણ-10માં ભણતી અને હાલમાં બોર્ડની પરીક્ષા આપતી વિદ્યાર્થિનીએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી લીધું છે.
આ ઘટના બનતા જ સમગ્ર રાજકોટમાં માતમ છવાઈ ગયું હતું. વિદ્યાર્થિનીએ પેપર નબળું થવાને કારણે આ પગલું ભર્યું હશે તેવું પોલીસના પ્રાથમિક તારણમાં સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બની ત્યારે વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર મોડી રાતે લગભગ 1.30 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરી નો કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરીક્ષાના કારણે ડિપ્રેશનમાં આવીને દીકરીએ આ પગલું ભાઈઓ છે તેવી માહિતી હાલમાં સામે આવી છે.મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના પિતા ડ્રાઇવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ધોરણ 10ની બોર્ડની હાલની પરીક્ષામાં વિદ્યાર્થિનીનું પેપર નબળું ગયું હતું. આ કારણોસર વિદ્યાર્થિનીએ અગ્નિસ્નાન કરી લીધું હોય છે.
સમગ્ર ઘટનાને લઇને ભક્તિનગર પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિનીના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment