સુરતની દીકરી ગ્રીષ્મનો કેસ : માતાની નજર સામે દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો, તો માતાની જુબાની ન માનવાનું કોઈ કારણ જ….

Published on: 11:46 am, Fri, 1 April 22

સુરતમાં પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ ઘટના બનતા સમગ્ર ગુજરાતની જનતા મચી ગઇ હતી. ગુજરાતની જનતા માંગ કરી હતી કે આરોપી ફેનીલ ગોયાણીને કડકમાં કડક સજા મળે.

હાલમાં કોર્ટમાં આરોપીએ ફેનીલ ગોયાણી સામે ચાલી રહેલી ટ્રાયલમાં સરકારી પક્ષ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સતત બીજી દિવસે દલીલો કરતાં જણાવ્યું છે કે, એક માતા જેને નવ મહિના કૂખમાં રાખી, રાત દિવસ ઉજાગરા કર્યા અને અસહ્ય પીડા સહન કરીને દીકરીને જન્મ આપ્યો હોય, એ માતાની નજર સામે જ દીકરીનો જીવ લઈ લેવામાં આવે આ દ્રશ્યો એક માતા માટે જીવન ન ભૂલાય એવી પીડા છે.

દીકરી ગ્રીષ્માની માતાએ જુબાની આપી છે, તો દીકરી ગ્રીષ્માની માતાની જુબાની નહિ માનવાનું કોઈ કારણ જ નથી. તે મૃત્યુ પામેલી દીકરીની માતા છે. તે ખોટા આરોપી સામે જુબાની આપે છે એવું માની ન શકાય. દીકરીની માતાએ દીકરી માટે અનેક સપનાઓ જોયા હશે.

પરંતુ તે જ દીકરીનું માતાની નજર સામે જીવ ચાલ્યો જાય ત્યારે તે માતાની વેદના પ્રસૂતિની પીડા કરતાં પણ અધિક હોય છે. આ વેદના દીકરીની માતાની આખી જિંદગી ની વેદના બની ગઈ છે. સરકારી પક્ષની બાકીની દલીલો આજરોજ કરવામાં આવશે. ત્યારબાદ બચાવપક્ષ દ્વારા દલીલો કરવામાં આવશે.

અંતિમ દલીલોના સતત ત્રીજા દિવસે પણ સરકારી પક્ષ વકીલો દલીલ કરશે. તમામ દલીલો પત્યા બાદ કોર્ટ આ કેસને લઈને પોતાનો ચુકાદો આપશે. શું તમને લાગે છે કે આરોપી ફેમિલીને કડકમાં કડક સજા થશે? આ સમગ્ર કેસમાં સરકારી વકીલને કુલ 105 સાક્ષીઓને ચકાસાયા છે. આરોપી ફેનીલ ગોયાણી અત્યાર સુધીની હરકત બાબતે પણ દલીલો કરવામાં આવી હતી.

જેમાં તે કોર્ટમાં બેભાન થઈ ગયો હતો. જેલમાં ફોન કર્યો હતો. આ ઉપરાંત આરોપી ફેનીલ ગોયાણી પર દલીલો કરવામાં આવી કે, દીકરીનો જીવ લીધા બાદ આરોપી ફેનીલને પોતાનું પોતાનો જીવ ટૂંકો કરવો હોય તો તેણે ફોન કરીને મને અહીંથી લઇ જાઓ એમ ન કહેતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતની દીકરી ગ્રીષ્મનો કેસ : માતાની નજર સામે દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો, તો માતાની જુબાની ન માનવાનું કોઈ કારણ જ…."

Leave a comment

Your email address will not be published.


*