એક સમયે શાંતિ અને સલામતીનું શહેર ગણાતા રાજકોટ શહેરમાં આજે દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. રાજકોટ શહેરમાં એક જ અઠવાડિયાની અંદર ત્રણ ત્રણ જેવું લેવાના બનાવ સામે આવ્યા છે. આ બનાવો બનતા જ પોલીસની કામગીરી ઉપર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે એક બે દિવસ પહેલા બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે.
આ ઘટનામાં સાવ એટલે સાવ નાની એવી બાબતમાં ઝઘડો થતાં મિત્રએ જ પોતાના મિત્રનો જીવ લઈ લીધો છે. સમગ્ર ઘટના બનતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના ન્યુ જાગનાથ શહેરીમાં ભાડાના મકાનમાં રહેતા 32 વર્ષીય કમલભાઈ સુરેશભાઈ નેપાળીનો જીવ લેવામાં આવ્યો છે.
કમલભાઈ નેપાળીનો જીવ તેમની ઘર પાસે રહેતા તેમના જ મિત્ર વિજય નેપાળીએ લીધો છે. આરોપી વિજય ધારદાર વસ્તુ વડે કમલભાઈ પર પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો. ઘટના બનતા જ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીને પકડીને તેની પૂછપરછ શરૂ કરી હતી.
આ ઘટનાનો ભોગ બનનાર કમલભાઈ છેલ્લા ઘણા સમયથી રાજકોટની અંદર રહે છે. તેઓ એક ઈલેક્ટ્રીકના શોરૂમમાં ઓફિસ બોય તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા કમલભાઈ અને આરોપી વિજય બંને ખાસ મિત્રો હતા. રાત્રે બંને ઘર પાસે ચોકમાં બેઠા હતા.
ત્યારે બંને મિત્રો વચ્ચે રાત્રે કોઈ બાબતને લઈને બોલાચાલી અને ગાળાગાળી થઈ ગઈ હતી. આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલા વિજય ધારદાર વસ્તુ વડે કમલના ગળા ઉપર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં કમલભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. કમલભાઈ નું મૃત્યુ થતાં જ તેમના પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું. કમલભાઈના મૃત્યુના કારણે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કમલભાઈની એક દીકરી નેપાળમાં રહે છે. કમલભાઈ પોતાની એક દીકરી અને પત્ની સાથે રાજકોટમાં રહેતા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment