રાજકોટમાં માતા-પિતા સાથે ઝઘડો થતા દીકરાએ ઝેરી દવા પીને સુસાઈડ કર્યું… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાતમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો યુવકનું મોત થઈ ગયું હતું.

જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના રાધે ચોકડી પાસે આવેલ જલારામ સોસાયટીમાં 34 વર્ષનો હર્ષદ લાલજીભાઈ ઘોઘારી નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો.

હર્ષદે બે દિવસ પહેલા બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. આ વાતની જાણ થતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા અને દીકરાને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં સારવાર કારગત ન નિવડતા હર્ષદનું દુઃખદ નિધન થયું હતું.

હર્ષદના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ત્યાર પછી સિવિલ ચોક ના સ્ટાપે આ ઘટનાની જાણ માલવિયાનગર પોલીસને કરી હતી.જાણવા મળી રહ્યું છે કે હર્ષદ મજૂરી કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. હર્ષદનો સ્વભાવ ખૂબ જ તામસી હતો. કહેવામાં આવી રહ્યું છે કે, માતા-પિતા સાથે ઝઘડો થયા બાદ હર્ષદે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મૃત્યુ પામેલો હર્ષદ બે ભાઈઓમાં નાનો હતો અને તે અપરિણિત હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મૃત્યુ પામેલા હર્ષદના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને સુસાઇડ પાછળનું ચોક્કસ કારણ જાણવાની તપાસ શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*