રાજકોટ(Rajkot): શહેરમાં વધુ એક દર્દનાક અકસ્માતની ઘટના બની છે. મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટમાં બે દિવસ પહેલા શહેરના પોશ વિસ્તારમાં ઝડપે આવતી કારે એક યુવતીને અડફેટેમાં લીધી હતી. ત્યારે ગઈકાલે બનેલી વધુ એક અકસ્માત નો બનાવ સામે આવી રહ્યો છે. આ અકસ્માતની ઘટના ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલા ઓવરબ્રિજ ઉપર બની હતી.
આ ઘટનામાં એક ખાનગી બસ ચાલકે બાઈક પર સવાલ ત્રણ લોકોને અડફેટેમાં લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બાર વર્ષના છોકરાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ડ્રાઇવર ઘટના સ્થળે બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસને કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો રાજકોટના 150 ફૂટ રીંગરોડ રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીકના ઓવરબ્રિજ ઉપર એક ખાનગી બસે બાઈકને અડફેટેમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક પર કાકા-કાકી સાથે જતા બાર વર્ષના ભત્રીજા ઉદયરાજસિંહ વિરલ સિંહ ચુડાસમાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.
અકસ્માતની ઘટના બનતા જ લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. લોકો કાંઈ સમજે તે પહેલા તો બસનો ડ્રાઇવર ઘટના સ્થળે જ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા ભત્રીજાના કાકા અજયસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, તેઓ પોતાની પત્ની અને 12 વર્ષના ભત્રીજા સાથે બાઈકમાં નાણાવટી ચોકથી હુડકો ચોકડી જઈ રહ્યા હતા. આ દરમિયાન ઓવરબ્રિજ ઉપર પાછળથી આવતી ખાનગી બસે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય હવામાં ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં ભત્રીજાના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. હાલમાં પોલીસે બસ ડ્રાઈવર વિરોધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. માત્ર 12 વર્ષના દીકરાનું મોત થતાં જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment