આજકાલ રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટની એક ઘટના સામે આવી છે. રાજકોટમાં મોરબી રોડ પર તિરુપતિ બાલાજી પાર્કમાં રહેતા અને ઇમિટેશન નો ધંધો કરતા એક પટેલ યુવાન રવિવારના રોજ પોતાના ઘરેથી એકટીવા લઈને નીકળ્યા હતા.
ત્યારબાદ આજ સવારે લાલપરી તળાવમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યું હતું. ઉપરાંત મૃત્યુ પામેલા યુવકના પર્સમાંથી એક ચિઠ્ઠી પણ મળી હતી તેના આધારે સાબિત થયું કે આ યુવકે પોતાનો જીવ ટૂંકો કર્યો છે.
સીટી આધારે એવું જાણવા મળ્યું કે જિંદગીથી કંટાળીને યુવકે આ રીતનું પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે ચિઠ્ઠી કબજે કરી લીધી હતી. ઉપરાંત રવિવારના રોજ પ્રવીણભાઈ ગુમ થયા છે.
તેવી જાણ પણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અને મૃત્યુ પામેલા યુવકના પરિવાર દ્વારા બે દિવસ સુધી પ્રવીણભાઈ ની શોધખોળ શરૂ હતી પરંતુ તેઓ મળ્યા ન હતા.
ત્યારે આજે લાલપરી માંથી તેમનું મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પ્રવીણભાઈ ને બે ભાઇ અને એક બહેનમાં તે નાના હતા.
પ્રવીણભાઈ વ્યવસાય ઇમિટેશન નો ધંધો કરતા હતા. ઉપરાંત તેમને એક આઠ વર્ષનો પુત્ર પણ છે. તળાવમાંથી મૃતદેહને બહાર કાઢયા બાદ તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment