એક યુવતીએ ફેસબુક માં પોસ્ટ કરીને પોતાનો જીવ ટૂંકો કર્યો, જાણો શા માટે કર્યું આવું…

Published on: 7:17 pm, Tue, 7 September 21

આજકાલ જીવન ટૂંકું કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે તેવી જ એક ઘટના ઉત્તર પ્રદેશ ની સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં એક મહિલા યુવક અને તેના પરિવારથી કંટાળીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

જ્યારે યુવતીએ પોતાનો જીવ ટૂંકો કર્યો તે પહેલાં યુવતીએ ફેસબુક પ્રોફાઇલ પર યુવક અને તેના પરિવાર વિરુદ્ધ એક પોસ્ટ પણ લખી હતી. અને રાજ્યની જનતા પાસે મદદ માટે અપીલ પણ માંગી હતી. પોસ્ટ મુક્યા બાદ થોડાક સમય પછી જ મહિલાએ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

યુવક મહિલાની ઘરની બાજુમાં જ રહેતો હતો. મળતી માહિતી મુજબ યુવક સતત મહિલાને પરેશાન કરતો હતો. આ ઉપરાંત મહિલાએ એમ પણ લખ્યું હતું કે તેનું પરિવાર તેને સતત ત્રાસ આપતું હતું.

ઉપરાંત મહિલાએ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ કાર્યવાહી ન થતાં મહિલાએ ફેસબુક પર પોસ્ટ લખી ને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

મહિલાની ફેસબુક પોસ્ટ વાઇરલ થતાં પોલીસ દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ રાત્રે મહિલાએ બાથરૂમમાં રોલી સાથે દોરડું બાંધીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક યુવતીએ ફેસબુક માં પોસ્ટ કરીને પોતાનો જીવ ટૂંકો કર્યો, જાણો શા માટે કર્યું આવું…"

Leave a comment

Your email address will not be published.


*