ઘણી વખત એક જણાની બેદરકારીના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ સવારે જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી કેવી છે કે ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના મહુડી વિસ્તારમાં આવેલ આલાપ રોયલ પામ રેસીડેન્સીમાં હૈયુ કંપાવી દે તેવી એક કરુણ ઘટના બની છે. અહીં પિતાની નજર સામે 3 વર્ષના માસુમ બાળકનું મૃત્યુ થયું છે. તો ચાલો જાણીએ એવું તો શું થયું કે માસુમ બાળકો એ પોતાનો જીવ ગુમાવ્યો.
રાજકોટ શહેરના મહુડી વિસ્તારમાં આવેલા આલાપ રોયલ પામ રેસીડેન્સીમાં શેરી નંબર ત્રણ માં રહેતા મેહુલભાઈ મગનભાઈ હિરાણી મોરબી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. તેઓ અહીં પોતાના પરિવાર સાથે રહે છે. તેમને સંતાનમાં 3 વર્ષનો દીકરો છે, જેનું નામ શ્યામ છે. ગઈકાલે દશેરા હોવાના કારણે રજા હતી તેથી મેહુલભાઈ ઘરે જ હતા.
સવારે મેહુલભાઈ પોતાના દીકરા શ્યામને લઈને એપાર્ટમેન્ટમાં નીચે આવ્યા હતા. તેઓ પોતાના દીકરાને બોલથી રમાડી રહ્યા હતા. આ સમયે બોલ દૂર છતાં શ્યામ બોલ લેવા માટે ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન એપાર્ટમેન્ટમાં જ રહેતા કોન્ટ્રાક્ટર કિશનભાઇ રામજીભાઈ સાવલિયા પોતાની GJ 03 MH 4777 નંબરની કાર પાર્કિંગમાં પાર્ક કરવા જઈ રહ્યા હતા.
આ દરમિયાન શ્યામ ત્યાં પાછળ રમતો હોય છે. આ દરમિયાન કિશનભાઇ પાછળ જોયા વગર અચાનક જ કાર રિવર્સ લે છે. જેના કારણે કારના ટાયર શ્યામની ઉપર ફરી વળ્યા હતા. આ ઘટના બનતા જ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને આ ઘટનાની જાણ કરી હતી.
108ના ઈએમપી તબીબે બાળકની તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ હિરાણી પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મેહુલભાઈ પોતાનો એકનો એક લાડલો દીકરો ગુમાવ્યો છે. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને દીકરાની માતા રડી પડી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે શ્યામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પિતાની નજર સામે દીકરાની ઉપર કાર ચડી ગઈ હતી. મેહુલભાઈ પગથી થોડાક દિવ્યાંગ છે. આ ઘટના બની ત્યારે મેહુલભાઈ કારને ઉભી રાખવા માટે દોડીયા હતા. પરંતુ તેઓ દિવ્યાંગ હોવાના કારણે યોગ્ય સમયે ત્યાં પહોંચી ન શક્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment