રાજકોટમાં વેપારી નદીના કાંઠે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડનું કારણ જાણીને હચમચી જશો… પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સોસાયટીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી એક સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટના સોરઠીયા વાડી સર્કલ પાસે ઉમિયા ચોક નજીક વિષ્ણુ નગરમાં રહેતા ઇમિટેશનના વેપારી ગીરીશભાઈ અમરશીભાઈ ભેંસદડીયાએ ઝેરી દવા પી લીધી હતી.

ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ સારવાર દરમિયાન ગીરીશભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો વેપારી ગીરીશભાઈએ ગત 22 તારીખના રોજ શાપર નદીના કિનારે ઝેરી દવા પી લીધી હતી અને ત્યારબાદ તેમને પોતાના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી.

એટલા માટે પરિવારના સભ્યો તાત્કાલિક કાર લઈને ત્યાં પહોંચ્યા હતા અને પછી ગીરીશભાઈને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજરોજ ગીરીશભાઈ નું મોત થયું છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોનો આક્ષેપ છે કે, લગભગ એક વર્ષ પહેલા કોઈ કે ગીરીશભાઈનું facebook એકાઉન્ટ હેક કરી લીધું હતું. ત્યારબાદ તેમાંથી ગીરીશભાઈના ફોટા લઈને ન કરવાના એડીટીંગ કર્યા હતા.

ત્યાર પછી ગીરીશભાઈ ને આ ફોટા whatsapp અને facebook ના માધ્યમથી બધાને મોકલી દેવાની ધમકીઓ આપવામાં આવતી હતી. બદનામીના ડરથી ગીરીશભાઈ એક વર્ષમાં કટકે કટકે આશરે 10 લાખ રૂપિયા આરોપીને બેંક ટ્રાન્જેક્શન માં આપ્યા હતા. તેમ છતાં પણ આરોપીઓ વધુ રૂપિયા માંગતા હતા અને ગીરીશભાઈ ને સતત ધમકીઓ આપતા હતા.

ગીરીશભાઈ ના મૃત્યુના કારણે એક 13 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*