છેલ્લા થોડા દિવસોથી જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં એક યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં મોરબી રોડ પર સીટીલાઇટ ચોક પાસે બ્રહ્માણી પાર્ક શેરી નંબર 1 માં રહેતા રોહિત ગોરધનભાઈ રૈયાણી નામના 25 વર્ષના યુવાને ગઈકાલે રાત્રે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર રોહિત એ પોતાના ઘરના ઉપરના રૂમમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે પરિવારજનો જમવા માટે પુત્રને બોલાવા ગયા ત્યારે તેમને લટકતી હાલતમાં રોહિત મૃતદેહ જોયું હતું. ત્યારબાદ હોય તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તે મૃત્યુ પામેલો રોહિત શેરબજારમાં કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર રોહિતા પિતાએ રોહિતના લગ્ન માટે ગામમાં રહેલી જમીન વેચી નાખી હતી.
જમીન વેચી તેના 80 લાખ રૂપિયા આવ્યા હતા. તેમાંથી રોહિત ના પિતા ગોરધનભાઈ લોન ચૂકતે કર્યા બાદ 67 લાખ રૂપિયાનું ઘર રાખ્યું હતું. થોડાક દિવસ પહેલાં રોહિત ના પિતા ગોરધનભાઈ ગુંદા ગામ ગયા હતા. ત્યારે રોહિતે શેરબજારમાં 67 લાખ રૂપિયા રોકડા હતા. જ્યારે રોહિત ના પિતા અઠવાડિયા પછી ઘરે પાછા આવ્યા ત્યારે તેમને પૈસા જોવા ન મળે એટલે તેમને રોહિત ને પૂછ્યું હતું કે પૈસા ક્યાં છે.
ત્યારે રોહિતે કહ્યું હતું કે પૈસા શેર બજારમાં રોક્યા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા થોડાક દિવસોથી રોહિત ટેન્શનમાં રહેતો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે રોહિત નો મોબાઈલ ચેક કર્યો હતો, તેમાં પોલીસને શેર બજારને લગતા મેસેજ જોવા મળ્યા હતા. તેની પાસેથી ચાર જેટલી શેરબજારમાં રોકાણ કરેલી રકમનો હિસાબ જોવા મળ્યો હતો.
જેમાં યુવાન શેરબજારમાં 67 લાખ રૂપિયા ડૂબી ગયો હોવાનો ખુલાસો થયો હતો. પૈસા ડૂબી જવાના કારણે રોહિતે પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે. તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે. રોહિત ના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. એકના એક પુત્રનું મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment