આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કાયદાઓને હાથમાં લેવામાં આવી રહ્યો છે. તેઓના કહેવા મુજબ ભાજપ દ્વારા કરવામાં આવતા આ કાર્ય નો પોલીસ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, ભરૂચ અને જુનાગઢ સહિતના તમામ જિલ્લાઓમાં કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી અમે વિરોધ કર્યો હતો.
આમ આદમી પાર્ટી સુરત શહેરમાં વર્ષોથી લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે અને જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવી છે ત્યારથી તે સતત કામ કરી રહી છે તેવું આપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોએ સુરત શહેરમાં રાતદિવસ જનતાની સેવા કરી રહી છે અને લોકોના પ્રશ્ન ને વાંચા આપી રહ્યા છે.
આમ આદમી પાર્ટી નું કહેવું છે કે તેમની સક્રિયતાને કારણે ભાજપ સરકારના નાકમાં દમ થઈ ગયું છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં ભાજપની સત્તાધારી આમ આદમી પાર્ટીથી સૌથી વધુ પરેશાન થઈ રહ્યા હતા અને આ કારણસર આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરો પર ભાજપ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે.
વારંવાર ભાજપ દ્વારા કરવામાં આવતા હુમલાઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી તે ખૂબ જ નિંદનીય છે ને જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી કરી રહી છે કે ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા પરથી જનતાનો વિશ્વાસ ઉઠી જશે જો આવું ને આવું ચાલ્યું તો.પરંતુ આવી પરિસ્થિતિ ના બને તે માટે વહીવટી તંત્રએ પગલા ભરવાની જરૂર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment