કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ તો 18 વરણની માતા કહેવાય છે, ત્યારે ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે તો માં મોગલ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય અને ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે.
ત્યારે માં મોગલ ને આચૂક યાદ કરતા હોય છે. સાંભળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ ને લાખો માઇ ભક્તોને પરચા પણ બતાવ્યા છે ,ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જેમાં એક યુવક પોતાની દીકરીની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.
આ કિસ્સા પરથી કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ રાજી રાજી થશે.આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.
એવામાં મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માનતા હતી. યુવકે કહ્યું કે પોતાની દીકરીના વિઝાની ઘણા સમયથી સમસ્યાઓ આવતી હતી. ત્યારે અંતે મેં માં મોગલને યાદ કર્યા અને માનતા માની. જેથી માં મોગલના ચરણે 5500 ચડાવવા માટે અહીં આવ્યો છું.
મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એ 5500 માં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા કહી શકાય છે. માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તેમને ફળિયો એવામાં જ આ દીકરીના બીજામાં ઘણા સમયથી અડચણ આવતી હતી. જેમાં મોગલ પર વિશ્વાસ રાખવાની સાથે જ થોડા દિવસમાં એ દીકરીને વિઝા મળી ગયા.
દીકરીને વિઝા મળવાની સાથે જ પરિવારમાં ખુશીનો પાર ન રહ્યો તેથી કબરાઉ ધામ આવીને પોતાની માનતા પૂરી કરી ત્યારે મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે માં મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment