હાલમાં ગુજરાતના તાપી જિલ્લાના એક ગામમાં બનેલી કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યો સાથે કંઈક એવું થયું કે કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. અહીં જોરદાર વીજ કરંટ લાગવાના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે.
મળતી માહિતી અનુસાર અહીં એક ખેડૂતને પોતાના ખેતરમાં જંગલી ભૂંડથી બચવા માટે ચારે બાજુ ઝટકા તાર લગાવ્યા હતા. આ વીજ તારના કારણે માં-બાપે અને દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ આખું ગામ ઘટના થઈ ગયું હતું. ગામના ત્રણ લોકોના મૃત્યુ થતાં જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, વાડોલ તાલુકાના મોરદેવી ગામમાં આજે બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મોર દેવી ગામમાં રહેતા ખેડૂત ધીરુભાઈ કુતરાભાઈ ચૌધરી પોતાની પત્ની ક્રિષ્નાબેન ચૌધરી અને દીકરો દેવારામ સાથે રહેતા હતા. ધીરુભાઈ ચૌધરીએ ખેતરમાં જંગલી ભૂંડનો ત્રાસ હોવાના કારણે ખેતરની આસપાસ વીજ કરંટના તાર લગાવ્યા હતા.
જેનું કનેક્શન પોતાના ઘરમાંથી લેવામાં આવ્યું હતું. જ્યારે ધીરુભાઈ ખેતરમાં પાણી વાળવા જાય ત્યારે તેઓ તે તારની સ્વીચ બંધ કરીને જતા હતા. પરંતુ આજરોજ ધીરુભાઈનો દીકરો તારની સ્વીચ બંધ કરવાનું ભૂલી ગયો હતો. આ દરમિયાન ધીરુભાઈ વહેલી સવારે ખેતરમાં પહોંચ્યા હતા અને પાણીની પાઇપ વાળતા હતા. આ દરમિયાન જમીનમાં ભેજના કારણે અચાનક જ ધીરુભાઈને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
ધીરુભાઈને વિજ કરંટ લાગતો જોઈને તેમને બચાવવા માટે તેમના પત્ની ક્રિષ્નાબેન ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન ક્રિષ્નાબેન ને પણ જોરદાર કરંટ લાગ્યો હતો અને તેમને બુમાબુમ કરી હતી. બૂમો સાંભળીને દીકરો દેવારામ ત્યાં દોડી આવ્યો હતો. માતા-પિતાને કરંટ લાગતો જોઈને દીકરો બંનેને બચાવવાના ઘણા પ્રયાસ કરે છે. પરંતુ આ દરમિયાન દેવારામને પણ કરંટ લાગે છે.
આ ઘટનામાં કરંટ લાગતા જ ત્રણેયના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. ઘટનાની જાણ થતા જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બનતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો અને ગામના લોકોની આંખોમાં આસુ જોવા મળ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment