આજકાલ ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે સુરતના ઓલપાડ તાલુકામાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં મહાત્મા ગાંધી આશ્રમની સંચાલિકાએ પોતાના પ્રેમી સાથે મળીને વકીલ પતિનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર ગત 16મી મેના રોજ આ જીવ લેવાની ઘટનાને અકસ્માતમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાલમાં આ ઘટનાને લઇને મોટો ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વકીલ વિરેન્દ્રસિંહ નામના યુવકનો જીવ લેનાર આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર જીવ લેનાર આરોપી પત્ની ડિમ્પલ અને અમદાવાદથી તેના પ્રેમી હેમંતની પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાને લઈને વધુમાં જાણીએ તો, સુરતના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગત 16 મેના રોજ માજી સરપંચ અને વકીલ એવા વિરેન્દ્રસિંહ સેવાનિયાનું મૃત્યુ થયું હતું. આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વિરેન્દ્રસિંહની પત્ની ડિમ્પલ જણાવ્યું હતું કે, રાત્રે પાણી પીવા જતા સમય ધાબા પર પડી જવાના કારણે વિરેન્દ્રસિંહનું મૃત્યુ થયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિરેન્દ્રસિંહ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા. આ ઘટના બન્યા બાદ પરિવારના લોકોને વિરેન્દ્રસિંહની પત્ની પર શંકા થઇ રહી હતી.
જેથી સમગ્ર બાબતને લઈને પરિવારના લોકોએ પોલીસ સામે આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃત્યુ પામેલા વિરેન્દ્રસિંહની પત્ની ડિમ્પલનું અફેર અમદાવાદના હેમંત નામના વ્યક્તિ સાથે ચાલતું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંનેની કડક પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતા વિરેન્દ્રસિંહની અડધી રાત્રે પત્નીના પ્રેમીએ ધારદાર વસ્તુ વડે વિરેન્દ્રસિંહનો જીવ લઇ લીધો હતો અને ત્યાર બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બન્નેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment