હાલ સમાજમાં લોકોનું બ્રેઇન ડેડ થતાં અંગદાન કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે કહીએ તો અંગદાન એ મહાદાન કહેવાય છે કોઇ આકસ્મિક રીતે કોઈપણ કારણોસર કુદરતે બનાવેલ આ સુંદર શરીરના અંગોને ગુમાવતા હોઈએ છીએ ત્યારે સમાજમાં એવા પણ અંગ દાતા છે કે જે લોકો ઘણા લોકોને નવજીવન આપી પુણ્યનું કામ કરતા હોય છે.
આજે આપણે એક એવા જ વ્યક્તિ વિશે વાત કરીશું જેણે બ્રેઈન સ્ટ્રોકના પ્રહારથી મૃત્યુ થતાં અંગદાન કરીને પુણ્યનું કામ કર્યો છે આ વ્યક્તિ નડિયાદના છે કે જેમનું બ્રેઈનડેડ થતા તેમના અંગદાનથી 5 લોકોને નવું જીવનદાન મળ્યું છે. તેમના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો અમદાવાદનો રહેવાસી 36 વર્ષનો નિગમ બીપીનભાઈ સિધ્ધપુરા કે જેમનું પરમ દિવસે સાંજે બ્રેઇન સ્ટ્રોકનો પ્રહાર આવ્યો હતો.
જેના લીધે તેમને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરાતા પરિવારજનોમાં શોખ નો માતમ છવાયો હતો. ત્યારે નિગમ ભાઈના માતા-પિતાને અંગ દાન કરવા માટે ડોક્ટરો દ્વારા જરૂરી સમજણ આપવામાં આવી હતી.
ત્યારે પિતા અત્યંત મહત્વનો નિર્ણય સમજીને અંગદાન થી સહમત થયા હતા અને નિગમ ભાઈ ની બે કિડની, લિવર અને હૃદય જેવા મહત્વના અંગોનું દાન કર્યું અને સમાજમાં મહત્વ નો દાખલો બેસાડયો છે.નિગમ ભાઈ નું અંગ દાન કરવાથી 5 વ્યક્તિઓ નું નવ જીવન પ્રાપ્ત થયું અને કહીએ તો અંગદાન એ મહાદાન છે.
ત્યારે નિગમ ભાઈ ના માતા-પિતાએ આ નિર્ણયથી સહમત થઈને ઘણા લોકોને પ્રેરણા પૂરી પાડી છે અને અંગદાન કરવું એ સૌથી મોટું દાન ગણી શકાય કે તેમાં નિગમ ભાઈ એ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને તેમના અંગોનું દાન કરવાથી બીજા લોકોને નવજીવન પ્રાપ્ત થયું અને સમાજમાં અનોખો દાખલો બેસાડયો છે.
નિગમ ભાઈ ની ગુરુવારે બપોરે 4 વાગ્યે અંતિમ યાત્રા નિકળી હતી અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા. અત્યારે કહી શકાય કે નિગમ ભાઈ ના પરિવારે સમાજમાં જાગૃતિ લાવવા માટે નિગમ ભાઈ નું અંગ દાન કર્યું અને સૌ કોઈને માર્ગદર્શન આપ્યું છે એમાંથી આપણે સૌએ પણ પ્રેરણા લેવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment