નડિયાદમાં કપડવંજના દહીઆપ પાસે એક કાર નહેરમાં ખાબકી, આ ઘટનામાં કારમાં સવાર પતિ-પત્નીનું મૃત્યુ…

ખેડા જિલ્લાના કપડવંજ પંથકના દહીંઆપ ગામની સીમમાં પાસે આવેલી કેનાલમાં શનિવારના રોજ બપોરે એક કાર ડૂબી રહી હતી. મળતી માહિતી અનુસાર તે કારને ક્રેનની મદદથી કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર કારની અંદરથી એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતું.

આ સમગ્ર ઘટનાને લઇને કપડવંજ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે કોઈ કારણોસર નહેરમાં કાર ખાબકતાં ગઈ હતી અને આ દુર્ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર બે ડિસેમ્બરના રોજ પોતાના ઘરેથી આણંદના સારસા નજીક આવેલા આશ્રમમાં દર્શન કરવા માટે પોતાની કાર લઇને બે પતિ પત્ની ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર ગામના લોકોને નર્મદા કેનાલમાંથી શનિવારના રોજ બપોરે એક કાર કરતી દેખાઈ હતી. ત્યારે સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને કારમાંથી પોલીસની એક પુરુષ અને એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુના 48 કલાક બાદ કાર અને મૃતદેહને નેહેર માંથી બહાર કાઢવામાં આવ્યા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કારચાલકનું નામ ઇન્દ્રવદન ગણેશભાઈ પટેલ અને તેમની પત્ની મંજુલાબેનનું આ ઘટનામાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના કે ડિસેમ્બરના રોજ બની હતી પરંતુ તેમના મૃતદેહ ગઈકાલે બપોરના સમયે મળી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*