સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં તેમના દીકરાએ કર્યું ભવ્ય સમૂહ લગ્નનું આયોજન, દીકરીઓને કરિયાવરમાં એવી-એવી વસ્તુઓ આપી કે…જુઓ લગ્નની તસવીરો…

મિત્રો સૌરાષ્ટ્રના સાવજ અને ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને તો તમે બધા જરૂર ઓળખતા હશો. સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા એ પોતાના દીકરાઓને વારસામાં અઢળક સંપત્તિ તો આપી છે સાથેસાથ માનવ સેવાનું મહામૂલ્ય કાર્ય આપ્યું છે. ગઈકાલે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં તેમના દીકરા જયેશભાઈ રાદડિયા દ્વારા સાતમા શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો આ સમૂહ લગ્નનું શીર્ષક “લાગણીના વાવેતર” રાખવામાં આવ્યું હતું.

આ સમૂહ લગ્નમાં લેવા પટેલ સમાજની 165 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની હાજરીમાં ભૂતકાળમાં એક વખત 221 યુગલોના સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા. ત્યારે હવે જયેશભાઈ રાદડિયા પણ પોતાના પિતાના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને તેઓ પણ હંમેશા સામાજિક કાર્યમાં અગ્રેસર રહે છે.

મિત્રો આ શાહી સમૂહ લગ્નમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા પોતાના પિતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં સાતમા શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમૂહ લગ્નની અંદર સામાજિક રાજકીય આગેવાનો, ઘણા ઉદ્યોગપતિઓ, તેમજ બિલ્ડરો અને ઘણા વેપારીઓ હાજર રહ્યા હતા. તમામ ક્ષેત્રના મહાઅનુભવો અને એક લાખ લોકોની હાજરીમાં 165 યુગલ લગ્નજીવનના પંથે પ્રયાણ કરનાર નવદંપતીના આશીર્વાદ પાઠવ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે સમુહ લગ્નમાં દીકરીઓને પાનેતરથી માંડીને ઘરવખરીની 123 ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત શ્રીમદ ભાગવત ગીતા તથા સાવજનું કાળજુ જેવા પુસ્તકો પણ કરિયાવરમાં આપવામાં આવ્યા હતા. કરિયાવરમાં સોનાના દાણાના બે નંગ, ડબલ બેડનો પલંગ, લાકડાનો કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજાનું શૂટ, વરરાજાના બુટ અને ફ્રીજ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.

સમૂહ લગ્નમાં 165 વરરાજા ના વરઘોડા એક સાથે કાઢવામાં આવ્યા હતા. વરઘોડાની અંદર 25 વિનટેજ કાર, 50 ખોલી જીપ્સી, ઘોડાઓ તેમજ ડીજેના પાંચ વાહનો, ઢોલની મંડળી અને બેન્ડવાજાના ગ્રુપ જોડાયા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે જામકંડોરણાના મુખ્ય હાઇવે ઉપર એક કલાક સુધી વરઘોડો ફેરવવામાં આવ્યો હતો અને ત્યારબાદ લગ્ન મંડપ એ તે લોકો પહોંચ્યા હતા.

આ સમૂહ લગ્નની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેબાજુ ચાલી રહી છે. એટલું જ નહીં પરંતુ સમૂહ લગ્નમાં દીકરીઓને સમસ્ત સમાજ તરફથી રોકડો ચાંદલો 2222 અને સોના ચાંદીના દાગીના અને કુલ 126 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*